ભારતે ત્રીજી અને અંતિમ વનડેમાં ઝિમ્બાબ્વેને 13 રને હરાવીને ત્રણ મેચની વન-ડે શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ હાંસલ કર્યો હતો. આ રોમાંચક જીત બાદ ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
ખરેખર, આ રેકોર્ડ ઝિમ્બાબ્વે સામે સૌથી વધુ વનડે મેચ જીતવાનો છે. ભારતે હવે ઝિમ્બાબ્વે સામે 50 ઓવરના ફોર્મેટમાં સૌથી વધુ જીતના પાકિસ્તાનના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
તમને જણાવી દઈએ કે, હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાયેલી ત્રીજી ODI મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા શુભમન ગિલ (130)ની પ્રથમ સદીની મદદથી 8 વિકેટે 289 રન બનાવ્યા હતા અને ત્યારબાદ સિકંદર રઝાની સદી છતાં (115). ઝિમ્બાબ્વે ત્રણ બોલ બાકી રહેતા 276 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.
ઝિમ્બાબ્વે સામે ODI ક્રિકેટમાં ભારતની આ 54મી જીત છે. ભારત અને પાકિસ્તાને અત્યાર સુધીમાં સૌથી વધુ વખત ઝિમ્બાબ્વેની ધોલાઈ કરી છે. પાકિસ્તાન પણ આ ફોર્મેટમાં 54 વખત ઝિમ્બાબ્વેને હરાવ્યું છે. તમને જણાવી દઈએ કે, બાંગ્લાદેશ 51 જીત સાથે આ યાદીમાં ત્રીજા સ્થાને છે.
ઝિમ્બાબ્વે સામે સૌથી વધુ વનડે મેચ જીતનાર ટીમ-
પાકિસ્તાન – 54
ભારત – 54
બાંગ્લાદેશ – 51
શ્રીલંકા – 46