ભારતીય ક્રિકેટ ટીમને T20 વર્લ્ડ કપ 2022ની સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે 10 વિકેટના માર્જીનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે ટીમ ઈન્ડિયાનું બીજી વખત T20 વર્લ્ડ કપ જીતવાનું સપનું ફરી એકવાર અધૂરું રહી ગયું છે. આવી સ્થિતિમાં બીસીસીઆઈએ આવતા વર્ષે યોજાનાર ODI વર્લ્ડ કપ માટે તૈયારી કરી લીધી છે.
બીસીસીઆઈના જનરલ સેક્રેટરી જય શાહે ટી20 વર્લ્ડ કપમાં ટીમના પ્રદર્શન પર સમીક્ષા બેઠક બાદ આ જાહેરાત કરી હતી. આ બેઠકમાં BCCI પ્રમુખ રોજિર બિન્ની, જનરલ સેક્રેટરી જય શાહ ઉપરાંત કોચ રાહુલ દ્રવિડ, NCA ચીફ વીવીએસ લક્ષ્મણ, ચીફ સિલેક્ટર ચેતન શર્માએ હાજરી આપી હતી.મીટિંગમાં ટીમના પ્રદર્શન પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ જય શાહે કહ્યું કે, 20 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. તે ખેલાડીઓને 2023 વર્લ્ડ કપ સુધી ફેરવવામાં આવશે.
ટીમના તાજેતરના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને બેઠકમાં ઘણા કડક નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠકમાં યો-યો ટેસ્ટ પરત લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ટીમ ઈન્ડિયામાં પસંદગી માટે ફરીથી યો-યો ટેસ્ટ આધાર બનશે. આ પાસ કર્યા વિના, ખેલાડીઓની પસંદગી રાષ્ટ્રીય ટીમમાં સામેલ થઈ શકશે નહીં. NCA વર્લ્ડ કપ માટે શોર્ટલિસ્ટ કરાયેલા ખેલાડીઓ પર ચાંપતી નજર રાખશે. NCA 2023 વર્લ્ડ કપમાં ખેલાડીઓની ભાગીદારીને ધ્યાનમાં રાખીને ટીમની ફ્રેન્ચાઈઝીના સંપર્કમાં રહેશે.
સમીક્ષા બેઠકમાં ખેલાડીઓની ઉપલબ્ધતા, વર્કલોડ મેનેજમેન્ટ અને ફિટનેસના આધારે પણ લાંબી ચર્ચા થઈ હતી. આ દરમિયાન, ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 માટેનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો અને તેની ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.
BCCI secretary Jay Shah said after the review meeting of Team India (Senior Men) in Mumbai.#CricTracker #BCCI #RohitSharma pic.twitter.com/wggAuPFvZn
— CricTracker (@Cricketracker) January 1, 2023
