ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ભારતમાં આ વર્ષે યોજાનાર વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ મંગળવારે એટલે કે 27 જૂને જાહેર કર્યું છે. મેગા ઈવેન્ટ 5મી ઓક્ટોબરથી શરૂ થશે જ્યારે ફાઈનલ મેચ 19મી નવેમ્બરે રમાશે.
આ ટૂર્નામેન્ટ પહેલા તમામ ટીમોને કેટલીક વોર્મ-અપ મેચ રમવાની પણ તક મળશે. આ સાથે જ ભારતીય ટીમની વોર્મ-અપ મેચનું શેડ્યૂલ પણ સામે આવી ગયું છે. જણાવી દઈએ કે, વર્લ્ડ કપ 2023 માટે કુલ 12 મેદાન પસંદ કરવામાં આવ્યા છે. આમાંથી 10 મેદાનો પર ટુર્નામેન્ટ મેચો રમાશે, જ્યારે ત્રણ મેદાન પર વોર્મ-અપ મેચો યોજાશે.
ICC અને BCCIએ મળીને અમદાવાદ, દિલ્હી, ધર્મશાલા, ચેન્નાઈ, બેંગલુરુ, હૈદરાબાદ, મુંબઈ, પુણે, લખનૌ અને કોલકાતાને વર્લ્ડ કપ 2023ની યજમાની માટે પસંદ કર્યા છે. વોર્મ-અપ મેચો તિરુવનંતપુરમ અને ગુવાહાટી તેમજ હૈદરાબાદમાં રમાશે.
સ્ટાર સ્પોર્ટ્સ અનુસાર, ભારતે ઈંગ્લેન્ડ અને ક્વોલિફાયર-1 ટીમ સામે બે વોર્મ-અપ મેચ રમવાની છે. તમને જણાવી દઈએ કે, હાલમાં ઝિમ્બાબ્વેમાં વર્લ્ડ કપ 2023ની ક્વોલિફાયર મેચો રમાઈ રહી છે. આ મેગા ટુર્નામેન્ટ માટે કુલ 8 ટીમો સીધી ક્વોલિફાય થઈ હતી, જ્યારે બે ટીમો આ ક્વોલિફાયર મેચોમાંથી નક્કી કરવામાં આવશે.
The Schedule of the Indian team in the World Cup 2023:
– 2 Warm-up games.
– 9 Group matches. pic.twitter.com/FmXswl9qMD— Johns. (@CricCrazyJohns) June 27, 2023
ભારત તેની પ્રથમ વોર્મ-અપ મેચ 30 સપ્ટેમ્બરે ગુવાહાટીમાં ઇંગ્લેન્ડ સામે રમશે, જ્યારે 3 ઓક્ટોબરે રોહિત શર્મા અને બ્રિગેડ તિરુવનંતપુરમમાં ક્વોલિફાયર-1 સામે ટકરાશે.
વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમનું શેડ્યૂલ નીચે મુજબ છે-
ભારત વિ ઓસ્ટ્રેલિયા – 8 ઓક્ટોબર, ચેન્નાઈ
ભારત વિ અફઘાનિસ્તાન – 11 ઓક્ટોબર, દિલ્હી
ભારત વિ પાકિસ્તાન – 15 ઓક્ટોબર, અમદાવાદ
ભારત વિ બાંગ્લાદેશ – 19 ઓક્ટોબર, પુણે
ભારત વિ ન્યુઝીલેન્ડ – 22 ઓક્ટોબર, ધર્મશાલા
ભારત vs ઈંગ્લેન્ડ – 29 ઓક્ટોબર, લખનૌ
ભારત વિ ક્વોલિફાયર – 2 નવેમ્બર, મુંબઈ
ભારત વિ દક્ષિણ આફ્રિકા – 5 નવેમ્બર, કોલકાતા
ભારત વિ ક્વોલિફાયર – 11 નવેમ્બર, બેંગલુરુ
