એશિયા કપ 2023 માટે ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકા પહોંચી ગઈ છે. ભારતીય ટીમે તેની તમામ મેચો શ્રીલંકામાં રમવાની છે, જ્યારે અન્ય તમામ ટીમોએ ઓછામાં ઓછી એક મેચ પાકિસ્તાનમાં રમવી પડશે. રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમે તેની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે રમવાની છે, જે પાકિસ્તાન સામે છે.
ભારતીય ખેલાડીઓ આજે એટલે કે બુધવાર, 30 ઓગસ્ટે શ્રીલંકા પહોંચી ગઈ છે. જેનો વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે.
ભારતીય ટીમ તેની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે રમશે જ્યારે 4 સપ્ટેમ્બરે ટીમ ઈન્ડિયાનો સામનો નેપાળ સામે થશે. જો ભારતીય ટીમ આમાંથી કોઈપણ એક મેચ મોટા અંતરથી જીતવામાં સફળ થાય છે, તો તે સરળતાથી સુપર 4 માટે ક્વોલિફાય થઈ જશે. આ પછી, ભારત 10 સપ્ટેમ્બર, 12 સપ્ટેમ્બર અને 15 સપ્ટેમ્બરે અન્ય ત્રણ ટીમો સાથે ટકરાશે.
Team India have arrived in Sri Lanka. pic.twitter.com/rWAEzODfoI
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 30, 2023
Boys in Sri Lanka for Asia Cup…!!!! pic.twitter.com/ZXlEi6R5Rq
— Johns. (@CricCrazyJohns) August 30, 2023