માન્ચેસ્ટર વનડેમાં શાનદાર પ્રદર્શન કરતા ટીમ ઈન્ડિયાએ આખરે 8 વર્ષ બાદ ઈંગ્લેન્ડને તેની જ ધરતી પર શ્રેણીમાં 2-1થી હરાવ્યું. આ જીતના હીરો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને રિષભ પંત હતા, જેમણે પોતાના સ્વભાવ વિરુદ્ધ રમીને મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાયેલી ટીમને જીત અપાવી હતી.
આ મેચમાં પંતે 113 બોલમાં અણનમ 125 રન બનાવીને સાબિત કર્યું કે તે એક ખાસ ખેલાડી છે અને તેની પરિપક્વતા પણ સમયની સાથે દેખાઈ આવે છે.
માન્ચેસ્ટરના મેદાન પર તેણે જે પ્રકારની ઇનિંગ્સ રમી તે તેના સ્વભાવની વિરુદ્ધ હતી, કદાચ તેથી જ ધ ગ્રેટ સચિન તેંડુલકર સહિતના ક્રિકેટ દિગ્ગજોએ પંતની ઇનિંગ્સને વનડે ક્રિકેટની શ્રેષ્ઠ ઇનિંગ્સમાંની એક ગણાવી હતી.
સચિન તેંડુલકરે ટીમ ઈન્ડિયાને જીત માટે અભિનંદન આપ્યા અને આ ફોર્મ જાળવી રાખવાની વાત કરી, ખાસ કરીને તેણે પંત અને હાર્દિકની ઈનિંગ્સને શાનદાર ગણાવી.
Congratulations to #TeamIndia on winning the ODI series. Keep up the good work and continue this form. Special mention to @RishabhPant17 and @hardikpandya7 for a wonderful performance.
#ENGvIND pic.twitter.com/TTaHwyGhzT— Sachin Tendulkar (@sachin_rt) July 17, 2022
Congratulations to #TeamIndia on putting up an incredible fight against England in the final ODI match. Outstanding partnership between @RishabhPant17 and @hardikpandya7 . Kudos to the whole team 🇮🇳 #INDvENG pic.twitter.com/bc2q6ks109
— Suresh Raina🇮🇳 (@ImRaina) July 17, 2022
Super performance in england ..not easy in their country ..2-2 test .win in T20 and one days..well done dravid ,rohit sharma,ravi shastri,virat kohli @bcci ..pant just special..so is pandu ..
— Sourav Ganguly (@SGanguly99) July 17, 2022
Congratulations team India @bcci for a wonderful performance. Cheers on defeating England in England. #EngvsInd pic.twitter.com/6NaV7KoGEw
— Amit Mishra (@MishiAmit) July 17, 2022