ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ મેચમાં 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ભારતીય ટીમને 27 નવેમ્બરે કિવી ટીમ સામે બીજી વનડે રમવાની છે. આવી સ્થિતિમાં શિખર ધવન ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે. આવો જાણીએ, બીજી વનડેમાં ભારતની પ્લેઈંગ ઈલેવન કેવી હશે?
પ્રથમ વનડેમાં શિખર ધવન અને શુભમન ગીલે શાનદાર ઇનિંગ્સ રમી હતી. બંને બેટ્સમેન સારી લયમાં જોવા મળી રહ્યા છે. આ બંને ખેલાડીઓ બીજી વનડેમાં પણ ઓપનિંગ કરતા જોવા મળી શકે છે.
છેલ્લા કેટલાક સમયથી વિરાટ કોહલીની ગેરહાજરીમાં શ્રેયસ અય્યરે ટીમ ઈન્ડિયા માટે ઘણા રન બનાવ્યા છે. તેણે પ્રથમ વનડેમાં 80 રનની તોફાની ઇનિંગ રમી હતી. આવી સ્થિતિમાં તે ત્રીજા નંબર પર ઉતરશે તે નિશ્ચિત જણાય છે. ટીમ ઈન્ડિયાના નવા સેન્સેશન સૂર્યકુમાર યાદવને ચોથા નંબર પર તક મળી શકે છે. સૂર્યા મેદાનની ચારે બાજુ સ્ટ્રોક ફટકારવામાં માહિર બેટ્સમેન છે. સંજુ સેમસનને પાંચમા નંબર પર તક મળી શકે છે. વિકેટકીપિંગની જવાબદારી રિષભ પંતને સોંપવામાં આવી શકે છે.
ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં ભારતીય બોલરોએ ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું. શાર્દુલ ઠાકુર અને યુઝવેન્દ્ર ઘણા મોંઘા સાબિત થયા. આવી સ્થિતિમાં તેના સ્થાને કુલદીપ યાદવ અને દીપક ચહરને તક મળી શકે છે. આ સાથે જ ઝડપી બોલિંગમાં ઉમરાન મલિક અને અર્શદીપ સિંહને વધુ એક તક મળી શકે છે. વોશિંગ્ટન સુંદરને ઓલરાઉન્ડરની જવાબદારી મળી શકે છે.
બીજી ODI માટે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન:
શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, ઋષભ પંત, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ, ઉમરાન મલિક, દીપક ચહર, કુલદીપ યાદવ.