ODIS

ત્રીજી ODIમાં વિરાટ કોહલીએ તોડ્યો સચિન તેંડુલકરનો આ મોટો રેકોર્ડ

ભારત અને શ્રીલંકા વચ્ચેની ODI શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ (IND vs SL 3rd ODI) તિરુવનંતપુરમમાં રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરતા 85 બોલમાં પોતાના કરિયરની 74મી સદી ફટકારી હતી.

કોહલીએ પહેલા 63 રન બનાવતા જ મહેલા જયવર્દનેને પાછળ છોડી દીધો હતો. આ પછી કિંગ કોહલીએ સદી ફટકારતાની સાથે જ મહાન ક્રિકેટર સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

ખરેખર, શ્રીલંકા સામેની ODI સીરીઝની ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાખ્યો છે. કોહલીએ ભારતીય ધરતી પર તેની 21મી સદી ફટકારી હતી અને તેણે ઘરઆંગણે સૌથી વધુ સદી ફટકારવાના મામલે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો હતો.

સચિન તેંડુલકરે તેની છેલ્લી સદી વર્ષ 2011માં દક્ષિણ આફ્રિકા સામે ભારતીય ધરતી પર ફટકારી હતી. વિરાટ કોહલીએ આ રેકોર્ડ તોડ્યો અને પોતાના દેશમાં સૌથી વધુ ODI સદી ફટકારનાર નંબર 1 બેટ્સમેન બની ગયો.

ભારતીય ધરતી પર સૌથી વધુ ODI સદીઓ ધરાવતા ખેલાડીઓની યાદી:

1.103 મેચમાં 21 સદી – વિરાટ કોહલી

2.164 મેચમાં 20 સદી – સચિન તેંડુલકર

3. 69 મેચમાં 14 સદી – હાશિમ અમલા

4.153 મેચમાં 13 સદી – રિકી પોન્ટિંગ

5.110 મેચમાં 12 સદી – રોસ ટેલર

વિરાટ કોહલીએ મહેલા જયવર્દનેનો રેકોર્ડ તોડ્યો:

શ્રીલંકા સામેની ત્રીજી વનડેમાં તેણે મહેલા જયવર્દનેને પાછળ છોડી દીધો અને 63 રન બનાવતાની સાથે જ તે પાંચમા નંબરે પહોંચી ગયો. મહેલા જયવર્દનેએ 448 મેચમાં 12650 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 19 સદી અને 77 અડધી સદી ફટકારી છે.

Exit mobile version