ODIS

ભારત માટે ખરાબ સમાચાર, BCCIએ કહ્યું, રવિન્દ્ર જાડેજા હજુ સુધી ફિટ નથી

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રણ વન-ડે શ્રેણીની છેલ્લી મેચ ત્રિનિદાદના પોર્ટ ઓફ સ્પેનના મેદાન પર રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

છેલ્લી મેચમાં પણ ઈજાગ્રસ્ત રવિન્દ્ર જાડેજાને પ્લેઈંગ ઈલેવનમાં પસંદ કરવામાં આવ્યો નથી. BCCIએ કહ્યું છે કે જાડેજા 100% ફિટ નથી જેના કારણે તે આજની મેચ રમી રહ્યો નથી. તમને જણાવી દઈએ કે, સીરીઝની શરૂઆત પહેલા જાડેજાને જમણા ઘૂંટણમાં ઈજા થઈ હતી જેના કારણે તે પ્રથમ બે વનડેમાંથી બહાર થઈ ગયો હતો.

BCCIએ ટ્વિટર પર જાડેજાના એક્ઝિટ વિશે માહિતી આપતા લખ્યું, ‘રવીન્દ્ર જાડેજા 3જી વનડે માટે પસંદગી માટે ઉપલબ્ધ નહોતા કારણ કે તે હજુ પણ 100 ટકા ફિટ નથી. મેડિકલ ટીમ તેની પ્રગતિ પર નજર રાખશે.

ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI શ્રેણી બાદ 5 મેચની T20 શ્રેણી રમવાની છે અને જાડેજા પણ T20 ટીમનો ભાગ છે. ટીમ ઈન્ડિયા જાડેજાની ઈજાને લઈને કોઈ જોખમ લેવા માંગતી નથી, કદાચ તેથી જ તેને ત્રીજી વનડેમાંથી આરામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વર્ષે ભારતે T20 વર્લ્ડ કપ પણ રમવાનો છે.

Exit mobile version