ભારતે ત્રીજી વનડેમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવીને યજમાન ટીમને તેના ઘરઆંગણે ક્લીન સ્વીપ કર્યું હતું. જોકે, આ જીત બાદ પણ ભારતીય બેટ્સમેન શુભમન ગિલ નિરાશ થયો હતો કારણ કે તે પોતાની સદી (98*) પૂરી કરી શક્યો નહોતો.
મેચ બાદ ગિલે કહ્યું, “હું સદી ફટકારવાની આશા રાખતો હતો, પરંતુ તે (વરસાદ) મારા નિયંત્રણમાં નહોતો. પ્રથમ બે વનડેમાં આઉટ થવાથી હું ઘણો નિરાશ હતો. મેં બોલ પ્રમાણે રમવાનો પ્રયાસ કર્યો. તેણે કહ્યું, હું માત્ર એક ઓવર ઇચ્છતો હતો, તેની અપેક્ષા હતી. ત્રણેય મેચમાં વિકેટ શાનદાર રીતે રમી હતી. 30 ઓવર પછી બોલ થોડો કેચ થઈ રહ્યો હતો. હું મારા પ્રદર્શનથી ખુશ છું.”
સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને ઝડપી બોલર મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુરની ટોચની બોલિંગની મદદથી ભારતે ગુરુવારે અહીં ક્વીન્સ પાર્ક ઓવલ ખાતે વરસાદગ્રસ્ત ત્રીજી અને અંતિમ વનડેમાં વેસ્ટ ઈન્ડિઝને 119 રનથી હરાવ્યું હતું. ભારતે યજમાન ટીમને 3-0થી ક્લીન સ્વીપ કર્યું. હવે બંને ટીમો શુક્રવારથી શરૂ થનારી પાંચ મેચની T20 સિરીઝ માટે આમને સામને થશે.
Shubman Gill scored another brilliant fifty. Top class knock by the opener.#WIvIND #INDvsWI pic.twitter.com/lXCS2e4DDf
— CRICKET VIDEOS🏏 (@Abdullah__Neaz) July 27, 2022