ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચ શુક્રવારે પોર્ટ ઓફ સ્પેનમાં રમાઈ હતી. 22 જુલાઈએ રમાયેલી આ મેચમાં ધીમી ઓવર રેટ માટે ટીમ ઈન્ડિયાને દંડ ફટકારવામાં આવ્યો હતો.
ભારતે આ અત્યંત રોમાંચક મેચ ત્રણ રને જીતી લીધી અને ટીમ 1-0ની લીડ લેવામાં સફળ રહી. આ મેચમાં ભારતે ટોસ હાર્યો હતો, પરંતુ તેને પ્રથમ બેટિંગ કરવાનો મોકો મળ્યો હતો અને ટીમ ઈન્ડિય 50 ઓવરમાં 7 વિકેટે 308 રન બનાવ્યા હતા. ભારત તરફથી કેપ્ટન શિખર ધવન, શુભમન ગિલ અને શ્રેયસ અય્યરે અડધી સદી ફટકારી હતી.
ટીમ ઈન્ડિયાને આ મેચમાં જીતવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો અને તે માત્ર 3 રનથી જીતી ગઈ હતી. તે મેચના એક દિવસ પછી, એટલે કે 24 જુલાઈએ, ICCએ ધીમી ઓવર રેટ માટે ભારતીય ટીમને મેચ ફીના 20 ટકા દંડ ફટકાર્યો. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા રવિવારે જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે શિખર ધવનની આગેવાની હેઠળની ટીમને પ્રથમ ODIમાં ધીમી ઓવર-રેટ જાળવવા બદલ મેચ ફીના 20 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.
પ્રથમ ODI મેચ દરમિયાન, ટીમ ઈન્ડિયાએ નિર્ધારિત સમયની અંદર તેની ઓવર પૂરી ન કરી અને તેની ટીમ ઈન્ડિયન કેપ્ટન શિખર ધવનને આ ગુના માટે દોષિત ઠેરવવામાં આવ્યો. જોકે, સુનાવણી ટાળવામાં આવી હતી. ભારતીય ટીમે આ મેચમાં નિર્ધારિત સમયની અંદર એક ઓવર ઓછી ફેંકી હતી અને તે પછી ICC એલિટ પેનલના મેચ રેફરી રિચી રિચર્ડસને આ મામલામાં ભારતીય ટીમને દોષિત ગણાવી હતી.
ICCએ એક સત્તાવાર મીડિયા રિલીઝમાં જણાવ્યું હતું કે ICC આચાર સંહિતા અનુસાર, ખેલાડીઓને તેમની ટીમ દ્વારા નિર્ધારિત સમયની અંદર બોલિંગ કરવામાં નિષ્ફળ રહેવા બદલ તેમની મેચ ફીના 20 ટકા દંડ કરવામાં આવશે.
A slow over rate in the first ODI against West Indies in Port of Spain has seen India cop a fine. #WIvIND | Details 👇 https://t.co/a3sZLuZJT7
— ICC (@ICC) July 24, 2022