ICC વર્લ્ડ કપ 2023માં નેધરલેન્ડ અને દક્ષિણ આફ્રિકાની મેચનું પરિણામ ઘણું ચોંકાવનારું હતું. ICC વર્લ્ડ કપ 2023માં મજબૂત શરૂઆત કરનાર દક્ષિણ આફ્રિકાની ટીમને નેધરલેન્ડ સામે 38 રને હારનો સામનો કરવો પડ્યો હતો.
વરસાદથી પ્રભાવિત આ મેચમાં નેધરલેન્ડે ડકવર્થ લુઈસ પદ્ધતિથી જીત મેળવી હતી. સાઉથ આફ્રિકા વિ નેધરલેન્ડ મેચ પહેલા બધા કહેતા હતા કે ટેમ્બા બાવુમાની કેપ્ટન્સીમાં દક્ષિણ આફ્રિકાની ટીમ આસાનીથી જીત નોંધાવશે અને ICC વર્લ્ડ કપ પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી જશે. મેચનું પરિણામ એવું આવ્યું કે નેધરલેન્ડે પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયાને પાછળ છોડી દીધું છે. નેધરલેન્ડની જીત પર સચિન તેંડુલકરની સોશિયલ મીડિયા પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે. તેંડુલકર પણ આ મેચના પરિણામથી આશ્ચર્યચકિત જણાતો હતો, પરંતુ તેણે ડચ ટીમની બે બાબતોની પ્રશંસા પણ કરી હતી.
તેંડુલકરે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘આ વર્લ્ડ કપમાં ઘણા રસપ્રદ પરિણામો આવી રહ્યા છે. નેધરલેન્ડના કપ્તાન સ્કોટ એડવર્ડ્સ આગળથી નેતૃત્વ કરી રહ્યો હતો અને તેને આમ કરતા જોઈને સારું લાગ્યું. એક સમયે ટીમ 140 રનમાં સાત વિકેટ ગુમાવી ચૂકી હતી અને મુશ્કેલીમાં હતી, ત્યારે કેપ્ટને સામેથી નેતૃત્વ કર્યું હતું. મને સૌથી વધુ ખુશી એ હતી કે ફિલ્ડિંગ કરતી વખતે ડચ ખેલાડીઓએ દબાણમાં પણ દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોને સરળતાથી રન ચોરી કરવા દીધા ન હતા. એક વિજય અને એક રાત જે નેધરલેન્ડ લાંબા સમય સુધી યાદ રાખશે.
થોડા દિવસ પહેલા જ ICC વર્લ્ડ કપ 2023માં અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડ સામે જીત મેળવી હતી. હવે નેધરલેન્ડે જે રીતે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું છે તેનાથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે કોઈ પણ ટીમ કોઈ પણ ટીમને હળવાશથી લઈ શકે નહીં.
This World Cup is throwing up interesting results!
Was nice to see the Netherlands Captain Scott Edwards lead from the front with a fighting knock after they were 140/7 at one stage.What pleased me the most about them in the field was how they put the SA batters under pressure… pic.twitter.com/5YeQCyvJqo
— Sachin Tendulkar (@sachin_rt) October 17, 2023
