વર્તમાન યુગમાં ઉભરતા T20 ક્રિકેટે રમત જગતને ઝડપથી બદલી નાખ્યું છે. ટી-20 મેચ દરમિયાન મોટી સંખ્યામાં દર્શકો મેચ જોવા માટે પહોંચે છે.
T20 ક્રિકેટ વિશ્વભરમાં લોકપ્રિય રમત બની ગઈ છે. ક્રિકેટ પ્રેમીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટ તરફ આકર્ષિત થઈ રહ્યા છે અને તેના ટૂંકા સમયથી ભરપૂર એક્શન છે. આ જોતા ભારતના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે વનડેને લઈને ચિંતા વ્યક્ત કરી છે.
ઘણા દેશોમાં શરૂ થયેલી T20 લીગ અને ફ્રેન્ચાઇઝી ક્રિકેટે T20ને એટલી લોકપ્રિય બનાવી છે કે ODI મેચોમાં દર્શકોની અછત જોવા મળે છે. કદાચ આ જ કારણ છે કે ODI ફોર્મેટ તેની લોકપ્રિયતા ગુમાવી રહ્યું છે. ભારતના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહના મનમાં પણ આ જ સવાલ છે.
તિરુવનંતપુરમમાં ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રીજી ODI દરમિયાન ખાલી ગ્રીનફિલ્ડ સ્ટેડિયમ જોઈને યુવરાજ સિંહે ચિંતા વ્યક્ત કરી હતી. “શું ODI ક્રિકેટ મરી રહી છે? શું લોકો તેને ઓછું પસંદ કરી રહ્યા છે,” તેણે ટ્વિટ કર્યું. તે જ સમયે ઈરફાન પઠાણે જવાબ આપ્યો કે, ભાઈ પેડ પહેરો, પબ્લિક આવશે.
Well played @ShubmanGill hopefully goes on to make a 💯 @imVkohli batting at the other end looking Solid ! But concern for me half empty stadium ? Is one day cricket dying ? #IndiavsSrilanka
— Yuvraj Singh (@YUVSTRONG12) January 15, 2023