ODIS

200 રન મારનાર ઈશાન કિશન ન્યુઝીલેન્ડ સામે પ્લેઈંગ ઈલેવનમાં દેખાઈ શકે છે

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 18 જાન્યુઆરી બુધવારથી ત્રણ મેચની વન-ડે ઈન્ટરનેશનલ શ્રેણી શરૂ થઈ રહી છે. કેએલ રાહુલને આ શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે, જે પોતાના પારિવારિક કારણોસર ટીમની બહાર છે.

તે ભારતની ODI ટીમમાં નંબર 5 પર વિકેટ કીપર બેટ્સમેન તરીકે રમી રહ્યો હતો, કારણ કે ઋષભ પંત પહેલાથી જ ટીમની બહાર હતો અને તે અકસ્માત બાદ લાંબા સમયથી ટીમની બહાર છે.

કેએલ રાહુલ ઉપલબ્ધ ન હોવાના સંજોગોમાં, એક વાત નિશ્ચિત છે કે ઇશાન કિશનને પ્લેઇંગ ઇલેવનમાં તક મળવાની દરેક સંભાવના છે. જોકે, સૌથી મોટો સવાલ એ છે કે ઈશાન કિશન વિકેટકીપર તરીકે તો રમશે, પરંતુ તે કયા નંબર પર બેટિંગ કરશે, તે વિચારવા જેવી બાબત છે. હાલમાં શુભમન ગિલ રોહિત શર્મા સાથે ઇનિંગ્સની શરૂઆત કરી રહ્યો છે અને તે ઓપનર તરીકે સારો દેખાવ કરી રહ્યો છે.

જો કે, ઈશાન કિશન સિવાય કેએસ ભરત પણ ભારતની ODI ટીમનો ભાગ છે, પરંતુ મેનેજમેન્ટ ઈશાન કિશનને તક આપશે, જેણે પોતાની છેલ્લી ODI મેચમાં બેવડી સદી ફટકારી હતી. એવું માનવામાં આવે છે કે ઈશાન કિશન પ્રથમ વખત ODI ક્રિકેટમાં નંબર 5 પર રમતા જોવા મળી શકે છે, કારણ કે ઓપનર બાદ વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરનું સ્થાન નિશ્ચિત થઈ ગયું છે. આવી સ્થિતિમાં માત્ર 5 નંબરનો સ્લોટ ખાલી છે.

ઓલરાઉન્ડર અક્ષર પટેલ પણ ટીમનો ભાગ નથી. આવી સ્થિતિમાં સૂર્યકુમાર યાદવ રમતા જોવા મળશે કે પછી વોશિંગ્ટન સુંદરને તક મળશે, તે પણ જોવાનું રહેશે. શાહબાઝ અહેમદને વનડે ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે, પરંતુ હાલમાં ભારતની નજર વર્લ્ડ કપ માટે ટીમ બનાવવા પર રહેશે. આવી સ્થિતિમાં અક્ષર પટેલનું સ્થાન વોશિંગ્ટન સુંદર છે. અહેમદને પણ ગણી શકાય.

Exit mobile version