ODIS

ઝુલન ગોસ્વામીએ ODI ક્રિકેટમાં ફટકારી બેવડી સદી, મિતાલી પછી કર્યું આ કારનામું

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલા ICC મહિલા વર્લ્ડ કપ 2022ની 18મી મેચ ઓકલેન્ડમાં રમાઈ રહી છે.

આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય મહિલા ટીમની ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામી માટે આ મેચ ખૂબ જ ખાસ છે. ઝુલનની આ 200મી ODI મેચ છે અને તે મિતાલી રાજ પછી 200 ODI રમનારી વિશ્વની પ્રથમ ખેલાડી બની ગઈ છે. મિતાલી ઓસ્ટ્રેલિયા સામે તેની ODI કારકિર્દીની 230મી મેચ રમી રહી છે.

મહિલા ODI ક્રિકેટમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડીઓ

મિતાલી રાજ (ભારત) – 230*
ઝુલન ગોસ્વામી (ભારત) – 200*
સીએમ એડવર્ડ્સ (ઇંગ્લેન્ડ) – 191
એમ ડુ પ્રેઝો (દક્ષિણ આફ્રિકા) – 150
એજે બ્લેકવેલ (ઓસ્ટ્રેલિયા) – 144

ઝુલન ગોસ્વામી, જે ચકડા એક્સપ્રેસ તરીકે જાણીતી છે, તેની ODI કારકીર્દી શાનદાર રહી છે. તે આ ફોર્મેટમાં 250 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે, જ્યારે વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ પણ તેના નામે છે.

Exit mobile version