એશિયા કપ ની પાંચમી મેચ ભારત અને નેપાળ વચ્ચે શ્રીલંકાના પલ્લેકેલેમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી નેપાળના પ્રખ્યાત ગીત ‘કુટુ મા કુતુ’ પર પોતાના ડાન્સ મૂવ્સ બતાવતો જોવા મળ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કોહલી ઘણીવાર મેદાન પર ડાન્સ કરતો જોવા મળે છે.
તમને જણાવી દઈએ કે ‘કુટુ મા કુતુ’ નેપાળ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના સૌથી હિટ ગીતોમાંથી એક છે. આ ગીતનો મ્યુઝિક વીડિયો છ વર્ષ પહેલા યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધીમાં તેને 193 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે.
View this post on Instagram