ટીમ ઈન્ડિયા 4 ડિસેમ્બરથી બાંગ્લાદેશ પ્રવાસ પર 3 વનડે અને 2 ટેસ્ટ મેચની શ્રેણી શરૂ કરવા જઈ રહી છે. આ પ્રવાસ ટીમ ઈન્ડિયા માટે ખાસ છે, કારણ કે આ પ્રવાસમાં ઘણા વરિષ્ઠ ખેલાડીઓ પરત ફરી રહ્યા છે, જેઓ ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ઉપલબ્ધ નહોતા. જેમાં કેપ્ટન રોહિત શર્મા સહિત વિરાટ કોહલી અને કેએલ રાહુલ જેવા ખેલાડીઓ સામેલ છે.
એક તરફ જ્યાં આ ખેલાડીઓની વાપસીથી ટીમ ઈન્ડિયા મજબૂત દેખાઈ રહી છે તો બીજી તરફ બાંગ્લાદેશની ટીમને તેના નિયમિત કેપ્ટન તમીમ ઈકબાલ અને અનુભવી ઝડપી બોલર તસ્કીન અહેમદ વિના મેદાનમાં ઉતરવું પડશે. જ્યારે તસ્કીન અહેમદ પ્રથમ મેચ નહીં રમે, તમીમ સમગ્ર વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.
આમ છતાં બાંગ્લાદેશની ટીમ ઘરઆંગણાની સ્થિતિનો ફાયદો ઉઠાવી શકે છે. આ જ કારણ છે કે ચાહકો રોમાંચક સ્પર્ધાની અપેક્ષા રાખી રહ્યા છે. જો તમે પણ આ પ્રથમ ODI મેચનો આનંદ માણવા માંગો છો, તો તે પહેલા ચાલો જાણીએ આ મેચ સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ વાતો.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ODI મેચ ક્યારે થશે?
– પ્રથમ વનડે મેચ 4 ડિસેમ્બર, રવિવારના રોજ રમાશે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ODI ક્યાં રમાશે?
– પ્રથમ ODI મેચ શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમ, ઢાકા ખાતે રમાશે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 1લી ODI કયા સમયે શરૂ થશે?
– પ્રથમ ODI સવારે 11.30 વાગ્યે શરૂ થશે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ODI ની ટોસ કયા સમયે થશે?
– પ્રથમ વનડેની ટોસ સવારે 11 વાગ્યે થશે.
હું ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પહેલી વનડે લાઈવ ક્યાં જોઈ શકું?
– તમે સોની સ્પોર્ટ્સ નેટવર્કની સોની ટેન ચેનલ પર ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની 1લી ODI જોઈ શકો છો, જ્યારે તેનું લાઈવ સ્ટ્રીમિંગ Sony Liv એપ પર જોઈ શકાય છે.