ODIS

ક્રુનાલ અને પ્રસિદ્ધ કૃષ્ણા નવા ચહેરાઓ સાથે વનડે સિરીઝ માટેની ટીમ જાહેરાત થઈ

ભારત 23 મી માર્ચે ઇંગ્લેન્ડ વચ્ચે પૂણેમાં વનડે સિરીઝની પ્રથમ મેચ રમશે…

 

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ત્રણ વનડે સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની ઘોષણા કરવામાં આવી છે. સૂર્યકુમાર યાદવને પણ ટી -20 બાદ વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જ્યારે ક્રુનાલ પંડ્યા, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણ પ્રથમ વખત વનડે ટીમમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે. ટેસ્ટ મેચોમાં નબળા ફોર્મ સાથે સંઘર્ષ કરનાર શુબમન ગિલને પણ ટીમમાં જાળવી રાખવામાં આવ્યો છે. ભારત 23 મી માર્ચે ઇંગ્લેન્ડ વચ્ચે પૂણેમાં વનડે સિરીઝની પ્રથમ મેચ રમશે.

વોશીગન્ટન સુંદર પણ આ વખતે વનડે ટીમમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યો છે. ટી 20 સીરીઝમાં ફોર્મની બહાર ચાલી રહેલા કેએલ રાહુલને પણ ટીમમાં જાળવી રાખવામાં આવ્યો છે, જ્યારે રીષભ પંત પણ ટી 20 પછી વનડે ટીમમાં વાપસી કરવામાં સફળ રહ્યા છે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની ટી 20 સિરીઝ હાલમાં 2-2થી બરાબર છે. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી ચોથી ટી -20 મેચમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડને રોમાંચક મેચમાં 8 રનથી હરાવ્યું હતું.

Exit mobile version