ન્યૂઝીલેન્ડ સામેની બીજી વનડેમાં પાકિસ્તાનને 79 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા કિવી ટીમે યજમાન ટીમ સામે 262 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો.
આ સ્કોરનો પીછો કરતા બાબર આઝમે એકલા લડતા 79 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેના સિવાય કોઈ બેટ્સમેન 30 રનનો આંકડો પાર કરી શક્યો નહોતો. પાકિસ્તાનની આખી ટીમ માત્ર 182 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. જો કે પાકિસ્તાનની આ હાર છતાં કેપ્ટન બાબર આઝમે ઈતિહાસ રચી દીધો છે. તે પાકિસ્તાન તરફથી ODI ક્રિકેટમાં 60થી વધુની એવરેજ બનાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આ ઈનિંગ બાદ ODI ક્રિકેટમાં તેની બેટિંગ એવરેજ 60.11 થઈ ગઈ છે.
બાબર આઝમની ODI કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે અત્યાર સુધી 50 ઓવરના ફોર્મેટમાં રમાયેલી 94 મેચોમાં શાનદાર સરેરાશ સાથે 4809 રન બનાવ્યા છે. તેના નામે 17 સદી અને 24 અડધી સદી પણ છે.
ODI ક્રિકેટમાં પાકિસ્તાની બેટ્સમેનોની શ્રેષ્ઠ બેટિંગ એવરેજ:
બાબર આઝમ – 60.11
ઇમામ-ઉલ-હક – 50.9
ઝહીર અબ્બાસ – 47.62
હરિસ સોહેલ – 45.44
ફખર ઝમાન – 44.73
જ્યારે 3 નંબર પર બેટિંગ કરતા બાબર આઝમે વિરાટ કોહલીને પણ પાછળ છોડી દીધો છે. આ સ્થાન પર બાબરે 76 મેચમાં 65.66ની શાનદાર એવરેજથી 4268 રન બનાવ્યા છે. જ્યારે વિરાટ કોહલીની 204 મેચ બાદ 60.83ની એવરેજ છે. ત્રીજા નંબર પર બેટિંગ કરતા કોહલીના 10463 રન છે.
ત્રીજા નંબર પર શ્રેષ્ઠ સરેરાશ બેટિંગ (ઓછામાં ઓછી 20 મેચ)
બાબર આઝમ (PAK)- 65.66
વિરાટ કોહલી (IND) – 60.83
વિવ રિચાર્ડ્સ (WI) – 57.57
સ્ટીવ સ્મિથ (AUS) – 55.86
ફાફ ડુ પ્લેસિસ (SA) – 55.5
જો રૂટ (ENG) – 54.39