બાંગ્લાદેશે ટીમ ઈન્ડિયાને મીરપુર ODIમાં હરાવ્યું છે. આ રીતે બાંગ્લાદેશની ટીમ 3 વનડે શ્રેણીમાં 1-0થી આગળ થઈ ગઈ છે. બંને ટીમો વચ્ચેની આ મેચ ખૂબ જ રોમાંચક બની હતી. આ મેચમાં બાંગ્લાદેશની જીતનો હીરો મેહદી હસન મિરાજ રહ્યો હતો જેને ટીમને મેચ જીતાડવામાં આવી હતી.
બાંગ્લાદેશ માટે મેહદી હસન મિરાજ અને મુસ્તાફિઝુરે ઈતિહાસ રચીને એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો. પ્રથમ વનડેમાં, બંનેએ સાથે મળીને ભારત સામે 10મી વિકેટ માટે 51 રનની મેચ વિનિંગ ભાગીદારી રમી હતી. વનડેમાં ભારત સામે 10મી વિકેટ માટે આ સૌથી મોટી ભાગીદારી હતી. અગાઉ વર્ષ 2003માં બાંગ્લાદેશે ભારત સામે વનડેમાં 10મી વિકેટ માટે 25 રનની ભાગીદારી કરી હતી.
આ મેચમાં 9 વિકેટ પડ્યા બાદ મેહદી હસને ઈનિંગ્સને સંભાળતા ટીમને જીત સુધી પહોંચાડી હતી. 9 વિકેટ બાદ ક્રિઝ પર બેટિંગ કરવા આવેલા મુસ્તફિઝુર રહમામે પણ મેહદી હસનને ખૂબ જ સારો સાથ આપ્યો તેણે 11 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 10 રન બનાવ્યા હતા. જોકે, મેહદીએ આ મેચમાં અણનમ 38 રન બનાવ્યા હતા. બંનેએ ભારતીય બોલરોને એક પણ તક આપી ન હતી અને આ મેચ બાંગ્લાદેશના હાથમાં મૂકી દીધી હતી.
Unbelievable scenes!! What a game, what a finish by @BCBtigers #BANvIND 🇧🇩 #Bangladesh pic.twitter.com/ve30ZLulDv
— Javed Patel (@patel_javed) December 4, 2022
This moment ^_^#BANvIND pic.twitter.com/LwECmWI3ft
— bdcrictime.com (@BDCricTime) December 4, 2022