ODIS

ઓસ્ટ્રેલિયા સામે મિતાલી રાજે મચાવી ધમાલ, બનાવ્યો વધુ એક વર્લ્ડ રેકોર્ડ

મિતાલી રાજે ICC મહિલા વર્લ્ડ કપ 2022ની 18મી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે શાનદાર અડધી સદી ફટકારી હતી. મિતાલીની ODI કારકિર્દીની આ 63મી અડધી સદી છે.

આ સાથે જ તેણે વર્લ્ડ કપમાં સૌથી વધુ 50 રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ન્યૂઝીલેન્ડની પૂર્વ ખેલાડી ડેબી હોકલીની બરાબરી કરી લીધી છે. આ બંને ખેલાડીઓના નામે હવે વર્લ્ડ કપમાં 12 વખત એક ઇનિંગમાં 50થી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. મિતાલીની અડધી સદી નિર્ણાયક સમયે આવી જ્યારે ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં હતી.

મિતાલી રાજ ઓસ્ટ્રેલિયા સામેની મેચ પહેલા મોટો સ્કોર કરી શકી ન હતી અને ફોર્મ શોધી રહી હતી. આ મેચ પહેલા તેની ઘણી ટીકા પણ થઈ રહી હતી. પરંતુ ઓસ્ટ્રેલિયા સામેની આ શાનદાર ઈનિંગે રમતના ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો છે અને સાથે જ કહ્યું છે કે તે મોટા મંચની ખેલાડી છે.

ટીમ ઈન્ડિયાએ 28 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે મિતાલી રાજ બેટિંગ કરવા આવી હતી. મંધાના 4 અને શેફાલી 12 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. ત્યારબાદ મિતાલીએ પોતાના અનુભવનો ઉપયોગ કરીને યાસ્તિકા ભાટિયા સાથે ત્રીજી વિકેટ માટે સદીની ભાગીદારી કરી અને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી. આ દરમિયાન યશતિકાએ પોતાની અડધી સદી પણ પૂરી કરી હતી. તે 59 રન બનાવીને ડાર્સી બ્રાઉનનો શિકાર બની હતી.

Exit mobile version