ODIS

વર્લ્ડ કપથી બહાર થતાં નસીમ શાહનું છલક્યું દર્દ કહ્યું, ‘બધુ અલ્લાહના હાથમાં’

pic- the hindu

પાકિસ્તાને ICC વર્લ્ડ કપ 2023 માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. પાકિસ્તાનને મોટો ફટકો પડ્યો છે કારણ કે યુવા ફાસ્ટ બોલર નસીમ શાહ વર્લ્ડ કપમાં ભાગ લઈ શકશે નહીં.

એશિયા કપ 2023માં ભારત સામેની સુપર-4 મેચમાં નસીમ શાહને ખભામાં ઈજા થઈ હતી, જેના કારણે તે ભારત સામે બેટિંગ કરવા પણ ઉતરી શક્યો ન હતો. આ પછી નસીમ શાહ સુપર-4માં શ્રીલંકા સામેની મેચ પણ રમી શક્યો નહોતો. નસીમ શાહ વિશે પહેલેથી જ એવી અટકળો હતી કે તે વર્લ્ડ કપ 2023માં ભાગ લઈ શકશે નહીં, પરંતુ તેમ છતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ટીમની જાહેરાત કરતા પહેલા મેડિકલ ટીમના સંપૂર્ણ રિપોર્ટની રાહ જોઈ રહ્યું હતું. PCBની મેડિકલ ટીમે કહ્યું છે કે નસીમ શાહની સર્જરી કરાવવી પડશે અને તે આગામી ત્રણ-ચાર મહિના સુધી ક્રિકેટના મેદાનથી દૂર રહેશે. નસીમ શાહે વર્લ્ડ કપ 2023ની ટીમમાં સામેલ ન થવા પર પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે, જે તેણે સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યું છે.

નસીમ શાહે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, ‘હું ભારે હૃદય સાથે શેર કરું છું કે હું આ અદ્ભુત ટીમનો ભાગ નહીં બનીશ, જે મારા પ્રિય દેશનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છે. હું ખૂબ જ નિરાશ છું પરંતુ હું માનું છું કે બધુ અલ્લાહના હાથમાં છે, ઇન્શાઅલ્લાહ હું ટૂંક સમયમાં મેદાન પર આવીશ. મારા બધા ચાહકોનો તેમની પ્રાર્થના માટે આભાર.

CC વર્લ્ડ કપ 2023 માટે પાકિસ્તાનની ટીમ-

બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન (વાઈસ-કેપ્ટન), શાહીન શાહ આફ્રિદી, મોહમ્મદ રિઝવાન, ઈમામ-ઉલ-હક, ફખર ઝમાન, સલમાન અલી આગા, હરિસ રઉફ, મોહમ્મદ નવાઝ, સઈદ શકીલ, મોહમ્મદ વસીમ જુનિયર, અબ્દુલ્લા શફીક , ઇફ્તિખાર અહેમદ, હસન અલી, ઉસામા મીર.

Exit mobile version