ODIS

ભારત પ્રવાસ માટે ન્યુઝીલેન્ડની ટીમની જાહેરાત, કેન વિલિયમસન થયો આઉટ

ન્યુઝીલેન્ડનો અનુભવી બેટ્સમેન કેન વિલિયમસન આવતા મહિને ભારતના પ્રવાસ પર પોતાની ટીમની કેપ્ટનશીપ નહીં કરે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ ડિસેમ્બરના અંતમાં ટેસ્ટ શ્રેણી માટે પાકિસ્તાન જઈ રહી છે, ત્યારબાદ જાન્યુઆરીમાં ત્યાં વનડે શ્રેણી રમાશે.

પાકિસ્તાન સામેની વનડે સીરીઝ બાદ કિવી ટીમ જાન્યુઆરીમાં જ ODI અને T20 સીરીઝ માટે ભારત આવશે, પરંતુ વિલિયમસન પાકિસ્તાનથી પોતાના દેશ પરત ફરશે અને ભારત નહીં આવે. ક્રિકેટ ન્યુઝીલેન્ડે આ બંને પ્રવાસ માટે વનડે ટીમની જાહેરાત સાથે આ માહિતી આપી હતી.

રવિવાર, 18 ઓગસ્ટના રોજ કિવી બોર્ડે ટીમની જાહેરાત કરતા કહ્યું કે ODI અને T20 ટીમનો કેપ્ટન વિલિયમસન ભારતના પ્રવાસ પર ટીમની સાથે રહેશે નહીં. વિલિયમસને ગયા અઠવાડિયે જ ટેસ્ટ ટીમના સુકાનીપદેથી રાજીનામું આપી દીધું હતું, પરંતુ તે અન્ય બે ફોર્મેટમાં ટીમના કેપ્ટન તરીકે યથાવત છે. તે પાકિસ્તાન પ્રવાસ પર ટેસ્ટ અને વનડે રમશે પરંતુ ભારતના પ્રવાસ પર તેને આરામ આપવામાં આવશે.

વિલિયમસનના વર્કલોડ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. વિલિયમસન માત્ર પાકિસ્તાનની વનડે શ્રેણીમાં ટીમનું સુકાન સંભાળશે અને ત્યાંથી સ્વદેશ પરત ફરશે. તેના સ્થાને ડાબોડી વિકેટ કીપર બેટ્સમેન ટોમ લાથમ ભારતમાં રમાનારી ODI શ્રેણી માટે કિવી ટીમની કમાન સંભાળશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 18 જાન્યુઆરી 2023થી 3 મેચની ODI શ્રેણી શરૂ થશે. આ પછી 3 T20 પણ રમાશે, જેના માટે ટીમની જાહેરાત પછી કરવામાં આવશે. માત્ર વિલિયમસન જ નહીં પરંતુ ટેસ્ટ ટીમના નવા કેપ્ટન અને અનુભવી ફાસ્ટ બોલર ટિમ સાઉથી પણ પાકિસ્તાન પ્રવાસ બાદ પરત ફરશે અને તે પણ ભારત નહીં આવે.

ન્યુઝીલેન્ડ ODI ટીમ:

કેન વિલિયમસન (કેપ્ટન – પાકિસ્તાન ટુર), ટોમ લાથમ (કેપ્ટન – ભારત પ્રવાસ), ટિમ સાઉથી (પાકિસ્તાન ટુર), ફિન એલન, માઈકલ બ્રેસવેલ, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, એડમ મિલ્ને, ડેરીલ મિશેલ, હેનરી નિકોલ્સ, ગ્લેન. ફિલિપ્સ, મિશેલ સેન્ટનર, હેનરી શિપલી, ઈશ સોઢી, માર્ક ચેપમેન (ભારતનો પ્રવાસ) અને જેકબ ડફી (ભારતનો પ્રવાસ)

Exit mobile version