ODIS

કોવિડ નહીં આ કારણે ભારતીય ટીમ 3.5 કરોડની ચાર્ટર્ડ ફ્લાઇટમાં વેસ્ટ ઇન્ડિઝ પહોંચી

ઈંગ્લેન્ડ પ્રવાસ પૂર્ણ કર્યા બાદ ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ મેચની વનડે અને 5 મેચની ટી-20 શ્રેણી રમવા માટે કેરેબિયન પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડથી ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા વેસ્ટ ઈન્ડિઝ લઈ જવામાં આવી હતી.

હવે આ ફ્લાઇટની કિંમતનો ખુલાસો થયો છે. તમને જાણીને નવાઈ લાગશે કે બીસીસીઆઈએ ચાર્ટર્ડ પ્લેન પર 3.5 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા અને તેમણે ખેલાડીઓને કોવિડ-19થી બચાવવા માટે આમ કર્યું ન હતું. તમને જણાવી દઈએ કે, આ પ્રાઈવેટ પ્લેન ખેલાડીઓને માન્ચેસ્ટરથી પોર્ટ ઓફ સ્પેન લઈ ગયું હતું.

એક સૂત્રએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું, “બીસીસીઆઈએ મંગળવારે બપોરે 11.30 વાગ્યે ટીમ ઈન્ડિયાને માન્ચેસ્ટરથી પોર્ટ ઓફ સ્પેન (ત્રિનિદાદ અને ટોબેગોની રાજધાની) લઈ જતી ચાર્ટર્ડ ફ્લાઈટ પર 3.5 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. ટીમ માટે ચાર્ટર્ડ ફ્લાઇટ બુક કરાવવાનું કારણ કોવિડ નહોતું. કોમર્શિયલ ફ્લાઇટમાં આટલી ટિકિટ બુક કરવી મુશ્કેલ છે – ભારતીય ટુકડીમાં મુખ્ય કોચ રાહુલ દ્રવિડ સહિત 16 ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના સભ્યોનો સમાવેશ થાય છે. કેરેબિયન પ્રવાસે ગયેલા ખેલાડીઓની પત્નીઓ પણ છે.

સૂત્રએ વધુમાં ઉમેર્યું હતું કે, “સામાન્ય રીતે કોમર્શિયલ ફ્લાઇટ પર, ખર્ચ લગભગ 2 કરોડ રૂપિયા હશે. માન્ચેસ્ટરથી પોર્ટ ઓફ સ્પેનની બિઝનેસ ક્લાસ ટિકિટની કિંમત લગભગ 2 લાખ રૂપિયા હશે. ચાર્ટર્ડ ફ્લાઇટ વધુ ખર્ચાળ છે, પરંતુ તે એક તાર્કિક વિકલ્પ છે. મોટાભાગની ટોચની ફૂટબોલ ટીમો પાસે હવે ચાર્ટર છે.

ભારત વિ વેસ્ટ ઈન્ડિઝ ODI શેડ્યૂલ:

જુલાઈ 22, પોર્ટ-ઓફ-સ્પેન, સાંજે 7:00 થી

જુલાઈ 24, પોર્ટ-ઓફ-સ્પેન, સાંજે 7:00 કલાકે

જુલાઈ 27, પોર્ટ-ઓફ-સ્પેન, સાંજે 7:00

ભારતીય ટીમ આ પ્રમાણે છે-

ભારત – શિખર ધવન (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન (વિકેટમેન), સંજુ સેમસન (વિકેટમેન), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અવેશ ખાન, પ્રસિદ્ધ ક્રિષ્ના, મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહ.

Exit mobile version