ODIS

NZvsSL: બીજી ODI રદ થતા વિશ્વ કપમાં શ્રીલંકાની ટીમને ઝટકો લાગ્યો!

pic- india tv news

હેગલી ઓવલ ખાતે ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચેની બીજી વનડે વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. મેચ રદ થવાથી શ્રીલંકાની 2023 વર્લ્ડ કપ માટે સ્વચાલિત ક્વોલિફિકેશનની આશાઓને ફટકો પડ્યો.

1996ના વર્લ્ડ કપની વિજેતા શ્રીલંકાની ટીમને આ મેચ રદ્દ થયા બાદ માત્ર 5 પોઈન્ટ મળ્યા હતા અને તેણે ન્યૂઝીલેન્ડ સાથે એટલા જ પોઈન્ટ શેર કરવા પડ્યા હતા. હાલમાં શ્રીલંકાની ટીમ વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા સાથે વર્લ્ડ કપની રેસમાં છે.

યજમાન ભારત સહિત આઠ ટીમોને વર્લ્ડ કપમાં સીધો પ્રવેશ મળશે, જ્યારે બાકીની બે ટીમો જૂન-જુલાઈમાં ઝિમ્બાબ્વેમાં યોજાનારી 10 ટીમોની ટુર્નામેન્ટમાંથી ક્વોલિફાય થશે. શ્રીલંકાની ટીમ અત્યારે 82 પોઈન્ટ સાથે 9મા નંબર પર છે.

ન્યૂઝીલેન્ડ હાલમાં 3 મેચની વનડે શ્રેણીમાં 1-0થી આગળ છે. તેણે પ્રથમ વનડે 198 રનના વિશાળ અંતરથી જીતી હતી. તે મેચમાં ન્યૂઝીલેન્ડે શ્રીલંકાની સામે 275 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેના જવાબમાં શ્રીલંકાની ટીમ માત્ર 76 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ હેમિલ્ટનમાં 31 માર્ચે રમાશે.

આ ટીમોને એન્ટ્રી મળી છે:

8 ટીમોને સીધી એન્ટ્રી મળવાની છે. 8માંથી 7 ટીમ વર્લ્ડ કપ 2023 માટે ક્વોલિફાય થઈ ગઈ છે. આ ટીમોમાં ન્યુઝીલેન્ડ, ભારત, ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે.

Exit mobile version