ભારતીય ક્રિકેટ ટીમે એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ભારતીય ટીમે શ્રીલંકા સામે આ સિદ્ધિ મેળવી છે. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં રેકોર્ડ 9મી વખત 350થી વધુ રન બનાવ્યા છે.
ભારતે આ મામલામાં ઓસ્ટ્રેલિયાને પાછળ છોડી દીધું છે, જે તેણે ભારત સામે કર્યું હતું.
ગુવાહાટીમાં શ્રીલંકા સામેની ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 373 રન બનાવ્યા હતા. ભારતની ટીમે ODI ક્રિકેટમાં શ્રીલંકા સામે 9મી વખત 350 થી વધુ રન બનાવ્યા છે. આ હવે નવો વર્લ્ડ રેકોર્ડ છે.
આ પહેલા આ વર્લ્ડ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાની ટીમના નામે નોંધાયેલો હતો જેણે ભારત સામે વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 8 વખત 350થી વધુ રન બનાવ્યા હતા, પરંતુ હવે ભારતની ટીમે ઓસ્ટ્રેલિયાને હરાવીને શ્રીલંકા સામે નવો ઈતિહાસ રચ્યો છે. આ મેચમાં ભારત તરફથી વિરાટ કોહલીએ 113 રન, રોહિત શર્માએ 83, શુભમન ગિલ 70 અને કેએલ રાહુલે 39 રન બનાવ્યા હતા.