ODIS

ઇંગ્લૈંડ સામે પાકિસ્તાનની શરમનાક હાર, માત્ર 141 રનમાં પોટલું વાળી ગયું

નવી ટીમની ઘોષણા કરી હતી, જેની કમાન બેન સ્ટોક્સને સોંપવામાં આવી હતી…

 

 

ડેવિડ મલાન (અણનમ 68) અને જેક ક્રાઉલી (અણનમ 58) અને ઝડપી બોલર શાકિબ મહેમૂદ (4/42)ની શાનદાર બોલિંગ બાદ ઇંગ્લેન્ડે પાકિસ્તાન સામે શ્રેણીની પ્રથમ મેચ જીતી લીધી છે. અને પ્રથમ વનડેમાં પાકિસ્તાનને નવ વિકેટે હરાવ્યા બાદ, ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી હતી.

ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરવા આવતા પાકિસ્તાનની ટીમ 35.2 ઓવરમાં 141 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. લક્ષ્યનો પીછો કરતા ઇંગ્લેન્ડની ટીમે આ મેચમાં 22 ઓવરમાં મેચ સમાપ્ત કરી દીધી હતી. પાકિસ્તાન તરફથી શાહીન આફ્રિદીએ એકમાત્ર વિકેટ લીધી હતી.

બંને ટીમો વચ્ચે વનડે સિરીઝની શરૂઆતના થોડા દિવસો પહેલા ઇંગ્લેન્ડની ટીમમાં કોરોનાના કેસો નોંધાયા હતા, ત્યારબાદ ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) એ નવી ટીમની ઘોષણા કરી હતી, જેની કમાન બેન સ્ટોક્સને સોંપવામાં આવી હતી.

Exit mobile version