ભારત અને ન્યુઝીલેન્ડ વર્લ્ડ કપ 2023ની 21મી મેચ રવિવારે ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે.
આ મેચમાં બંને ટીમોની નજર તેમના વિજય અભિયાનને જારી રાખવા પર રહેશે. ભારત અને ન્યુઝીલેન્ડ એવી બે ટીમો છે જેમણે વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી હારનો સામનો કરવો પડ્યો નથી, પરંતુ આ મેચથી સ્પષ્ટ થશે કે આ વખતે સૌથી મજબૂત ટીમ કોણ છે. જો કે આ મેચમાં વરસાદની છાયા છે. વરસાદના કારણે ઘણી વખત મેચ રોકાય તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં ચાહકો એ જાણવા માંગે છે કે જો વરસાદને કારણે ભારત અને ન્યુઝીલેન્ડની મેચ પૂર્ણ નહીં થાય તો શું થશે?
ભારત વિ ન્યુઝીલેન્ડ, ધરમશાલા વેધર રિપોર્ટ:
વર્લ્ડ કપ 2023માં હજુ સુધી કોઈ મેચ વરસાદથી પ્રભાવિત થઈ નથી. પરંતુ Accuweather ના રિપોર્ટ અનુસાર, ભારત vs ન્યુઝીલેન્ડ મેચ દરમિયાન વરસાદની શક્યતા 42 ટકા છે. 99 ટકા સંભાવના છે કે ક્ષેત્ર હંમેશા વાદળોથી ઢંકાયેલું રહેશે. આવી સ્થિતિમાં ફાસ્ટ બોલરોને મદદ મળવાના ચાન્સ વધુ હશે.
ગૂગલ વેધરના રિપોર્ટ અનુસાર સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી વરસાદની સૌથી વધુ શક્યતા છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે શરૂ થવાની છે. જો નિર્ધારિત સમય પહેલા વરસાદ પડે તો મેચ શરૂ થવામાં વિલંબ થઈ શકે છે. બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી વરસાદની 18 ટકા શક્યતા છે.
2019ના વર્લ્ડ કપ બાદથી એવું જોવા મળી રહ્યું છે, કે જ્યારે પણ ભારત અને ન્યુઝીલેન્ડ ICC ઈવેન્ટમાં મળ્યા છે ત્યારે વરસાદ પડ્યો છે. ભારત અને ન્યુઝીલેન્ડ 2019 વર્લ્ડ કપની ગ્રુપ સ્ટેજની મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી, જ્યારે સેમીફાઈનલ મેચ પણ વરસાદને કારણે રિઝર્વ ડેમાં ગઈ હતી. આ સિવાય ભારત Vs ન્યુઝીલેન્ડ ICC ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં વરસાદ પડ્યો હતો.