ODIS

રેહાન અહેમદે ઈંગ્લેન્ડ માટે વનડેમાં ઈતિહાસ રચ્યો, સૌથી યુવા ખેલાડી બન્યો

ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે ત્રીજી અને અંતિમ વનડે ચટ્ટોગ્રામના ઝહૂર અહેમદ ચૌધરી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

ઈંગ્લેન્ડે આ મેચમાં રેહાન અહેમદને ડેબ્યૂ કરવાની તક આપી હતી. અહેમદે પદાર્પણ કરતાની સાથે જ ઈતિહાસ રચી દીધો.

રેહાન અહેમદ ઈંગ્લેન્ડ ક્રિકેટના ઈતિહાસમાં ODI ડેબ્યૂ કરનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે. અહેમદે 18 વર્ષ અને 205 દિવસની ઉંમરે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. આ પહેલા રેહાન અહેમદ ઈંગ્લેન્ડ ક્રિકેટ ઈતિહાસમાં સૌથી યુવા ટેસ્ટ ડેબ્યૂ કરનાર ખેલાડી પણ બન્યો હતો. અહેમદે કરાચીમાં ડિસેમ્બર 2022માં પાકિસ્તાન સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.

રેહાન અહેમદ ઈંગ્લેન્ડ માટે સૌથી નાની વયે વનડે ડેબ્યૂ કરનાર બન્યો. તેણે બેન હોલીયોકનો રેકોર્ડ તોડ્યો, જેણે 19 વર્ષ અને 195 દિવસની ઉંમરે વનડેમાં પદાર્પણ કર્યું હતું. ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર સેમ કરન આ યાદીમાં ત્રીજા સ્થાને છે, જેણે 20 વર્ષ અને 21 દિવસની ઉંમરમાં ઈંગ્લેન્ડ માટે વનડે ડેબ્યૂ કર્યું હતું. ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડ દેશનો ચોથો સૌથી યુવા ખેલાડી છે જેણે વનડેમાં ડેબ્યૂ કર્યું છે.

બ્રોડે 20 વર્ષ અને 67 દિવસની ઉંમરે ઈંગ્લેન્ડ માટે વનડે ડેબ્યૂ કર્યું હતું. ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સ આ યાદીમાં પાંચમા નંબર પર છે, જેમણે 20 વર્ષ અને 82 દિવસની ઉંમરમાં વનડેમાં ડેબ્યૂ કર્યું હતું.

ઈંગ્લેન્ડ માટે ODI ડેબ્યૂ કરનાર ટોપ-5 સૌથી યુવા ખેલાડીઓ:

18 વર્ષ, 205 દિવસ – રેહાન અહેમદ વિરુદ્ધ બાંગ્લાદેશ, 2023
19 વર્ષ, 195 દિવસ – બેન હોલીયોક વિ ઓસ્ટ્રેલિયા, 1997
20 વર્ષ, 21 દિવસ – સેમ કુરન વિ ઓસ્ટ્રેલિયા, 2018
20 વર્ષ, 67 દિવસ – સ્ટુઅર્ટ બ્રોડ વિરુદ્ધ પાકિસ્તાન, 2006
20 વર્ષ, 82 દિવસ – બેન સ્ટોક્સ વિ આયર્લેન્ડ, 2011

Exit mobile version