કેપ્ટન તરીકે રોહિત શર્મા બીજી વનડે ખૂબ જ નિરાશાજનક દિવસ હતો પરંતુ વ્યક્તિગત રીતે તેણે ઈતિહાસ રચ્યો હતો. બાંગ્લાદેશ સામેની બીજી વનડેમાં રોહિત 9મા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો અને તેણે માત્ર 27 બોલમાં અડધી સદી ફટકારીને બહાદુરીનું નવું ઉદાહરણ સ્થાપિત કર્યું હતું.
જો કે રોહિત મેચ અને શ્રેણીની હારથી ટીમને બચાવવામાં નિષ્ફળ રહ્યો હતો, પરંતુ તેણે પોતાની ઝડપી ઇનિંગ્સના કારણે રેકોર્ડ બુકમાં વધુ એક રેકોર્ડ ઉમેર્યો હતો. રોહિતે પોતાની અડધી સદીની ઇનિંગ દરમિયાન પાંચ સિક્સર ફટકારી હતી અને આ દરમિયાન તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 500 સિક્સર પૂરી કરી હતી. તે આ સીમાચિહ્નને સ્પર્શનાર વિશ્વનો માત્ર બીજો અને ભારત તરફથી પ્રથમ બેટ્સમેન બન્યો.
રોહિતના નામે હવે 445 ઇનિંગ્સમાં 502 સિક્સર છે જ્યારે વિસ્ફોટક વેસ્ટ ઇન્ડિઝના ઓપનર ક્રિસ ગેલે અત્યાર સુધી 551 ઇનિંગ્સમાં 553 સિક્સર ફટકારી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હવે માત્ર બે જ બેટ્સમેન છે જેમણે 500 કે તેથી વધુ સિક્સર ફટકારી છે. જ્યારે યાદીમાં ત્રીજા નંબર પર રહેલા પાકિસ્તાનના શાહિદ આફ્રિદીના નામે 476 છગ્ગા છે.
ભારતીય કેપ્ટન રોહિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સરનો વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે કરી શકે છે અને આ માટે તેને માત્ર 52 સિક્સરની જરૂર છે. ટીમ ઈન્ડિયાના ત્રણેય ફોર્મેટના કેપ્ટન રોહિત આવતા વર્ષે આ વર્લ્ડ રેકોર્ડ હાંસલ કરી શકે છે. જો તે વધુ 52 છગ્ગા ફટકારે તો તે ગેઈલ કરતા આગળ નીકળી જશે.
Rohit Sharma enters record book after walking in to bat at No.9 in the #BANvIND ODI 👏https://t.co/qgaringzeZ
— ICC (@ICC) December 7, 2022