ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની લોર્ડસ વનડેમાં પણ પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી મોટી ઈનિંગ રમવાથી ચૂકી ગયો હતો. કોહલીએ આઉટ થતા પહેલા 3 શાનદાર ચોગ્ગા ફટકાર્યા હતા અને 16 રન બનાવીને વિલીના બોલ પર બટલરના હાથે કેચ આઉટ થયો હતો.
મેચ બાદની પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે કેપ્ટન રોહિતને ફરી એકવાર વિરાટના ફોર્મ અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે રોહિત આ સવાલથી થોડો પરેશાન જોવા મળ્યો અને તેને પાસ કરવાનો પ્રયાસ કર્યો. રોહિતે પત્રકારના પ્રશ્નને અટકાવતા કહ્યું કે વિરાટ વિશે આટલી બધી ચર્ચા કેમ થાય છે, યાર. મને પણ સમજાતું નથી ભાઈ, સારું પૂછો.
પત્રકારના પ્રશ્નના જવાબમાં રોહિતે કહ્યું કે તેણે છેલ્લી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શું કહ્યું હતું. તેણે કહ્યું કે “ટીમ અને મેનેજમેન્ટને કોહલી પર પૂરો વિશ્વાસ છે.”
રોહિતે કહ્યું કે “તે ઘણા વર્ષોથી રમી રહ્યો છે. તે એક મહાન બેટ્સમેન છે અને તેને કંઈ સાબિત કરવાની જરૂર નથી. મેં અગાઉ પણ કહ્યું છે કે ફોર્મ ઉપર અને નીચે જતા રહે છે. તે તમામ ખેલાડીઓની કારકિર્દીનો એક ભાગ છે. થાય છે. તે દરેક સાથે થાય છે. તેથી જે ખેલાડીએ તમારા માટે ઘણી મેચો જીતી હોય તેને ફક્ત એક અથવા બે ઇનિંગ્સની જરૂર હોય છે. હું તે જ માનું છું અને મને ખાતરી છે કે અન્ય લોકો પણ એવું જ વિચારશે.
મેચની વાત કરીએ તો ઇંગ્લેન્ડની ટીમ લોર્ડ્સમાં જીત મેળવીને શ્રેણીમાં વાપસી કરવામાં સફળ રહી હતી. લોર્ડ્સમાં ઈંગ્લેન્ડે ભારતીય ટીમને 146 રનમાં આઉટ કરી દીધી અને 100 રનથી મેચ જીતી લીધી. આપણે એ ન ભૂલવું જોઈએ કે ટીમ ઓવલમાં 10 વિકેટે જીતી હતી. હવે રવિવારની મેચ શ્રેણીની નિર્ણાયક મેચ હશે.