ODIS

રોહિતે સિક્સરનો વરસાદ કરીને તોડ્યો ક્રિસ ગેલનો અનોખો વર્લ્ડ રેકોર્ડ

pic- tribune india

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી અને છેલ્લી ODIમાં પોતાની તોફાની ઈનિંગ્સ સાથે એક ખાસ રેકોર્ડ બનાવ્યો. રોહિતે 57 બોલમાં 5 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 81 રનની ઇનિંગ રમી હતી.

રોહિતે પોતાની અડધી સદીની ઇનિંગ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 550 સિક્સર પૂરી કરી હતી. રોહિત આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો બીજો ખેલાડી બની ગયો છે. તેના પહેલા માત્ર ક્રિસ ગેલ આ સ્થાન હાંસલ કરી શક્યા છે જેના નામે 553 સિક્સર છે. આ ઈનિંગ બાદ રોહિતે 551 સિક્સર ફટકારી છે.

રોહિતે સૌથી ઝડપી 550 ઈન્ટરનેશનલ સિક્સર ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ માટે તેણે માત્ર 471 ઇનિંગ્સ રમી હતી. જ્યારે ગેલે ત્રણેય ફોર્મેટમાં 544 ઇનિંગ્સ રમીને 550 સિક્સર પૂરી કરી હતી.

દેશમાં સૌથી વધુ ઈન્ટરનેશનલ સિક્સર મારવાના મામલે પણ રોહિત પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. હિટમેને ભારતની ધરતી પર 258 સિક્સર ફટકારી છે. આ યાદીમાં તેણે ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલને હરાવ્યા, જેણે પોતાના દેશમાં 256 આંતરરાષ્ટ્રીય છગ્ગા ફટકાર્યા હતા.

તમને જણાવી દઈએ કે રોહિતની આ સિરીઝની આ પ્રથમ મેચ હતી. મોહાલી અને ઈન્દોરમાં રમાયેલી પ્રથમ અને બીજી વનડેમાં રોહિતને આરામ આપવામાં આવ્યો હતો.

Exit mobile version