ODIS

સીન વિલિયમ્સે 70 બોલમાં સદી ફટકારીને રચ્યો ઇતિહાસ, નેપાળને હરાવ્યું

Pic- ICC Cricket

ICC વર્લ્ડ કપ ક્વોલિફાયરની પ્રથમ મેચમાં ઝિમ્બાબ્વેએ નેપાળ સામે આઠ વિકેટે જીત નોંધાવી હતી. ગ્રૂપ-એની આ મેચમાં ઝિમ્બાબ્વેની જીતના હીરો ક્રેગ ઈરવિન અને સીન વિલિયમ્સ હતા, જેમણે અણનમ સદી ફટકારી હતી.

પ્રથમ બેટિંગ કરતા નેપાળે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 290 રન બનાવ્યા, જે ઘરની બહાર તેનો સૌથી મોટો ODI સ્કોર છે. આ પછી ઝિમ્બાબ્વેએ ખતરનાક ઇનિંગની શરૂઆત કરી અને 291 રનનો લક્ષ્યાંક 44.1 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો.

નેપાળ દ્વારા ઘરની બહાર બનાવેલ સૌથી વધુ ODI સ્કોર:

290/8 – વિ ZIM, હરારે, 2023
274 – વિ USA, પિયરલેન્ડ, 2022
255/6 – વિ UAE, દુબઈ, 2019
242/9 – વિ UAE, દુબઈ, 2019

ક્રેગ ઈરવિને 128 બોલમાં 15 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 121 રનની અણનમ ઈનિંગ રમી હતી જ્યારે સીન વિલિયમ્સે 70 બોલમાં 13 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી અણનમ 102 રન બનાવ્યા હતા. આ સાથે સીન વિલિયમ્સ ઝિમ્બાબ્વે માટે વનડેમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે.

ઝિમ્બાબ્વે માટે વનડેમાં સૌથી ઝડપી સદી (બોલ):

70 – 2023માં સીન વિલિયમ્સ વિરુદ્ધ નેપાળ
73 – 2022માં રેજીસ ચકબાવા વિ. બાંગ્લાદેશ
77 – 2019માં સીમ વિલિયમ્સ વિ UAE
79 – 2015માં બ્રેન્ડન ટેલર વિ આયર્લેન્ડ
81 – 2022માં સિકંદર રઝા વિ. બાંગ્લાદેશ

ઈરવિન અને સીન વચ્ચે 166 રનની ભાગીદારી થઈ હતી, જે ઝિમ્બાબ્વે તરફથી ODI ક્રિકેટમાં ત્રીજી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી છે.

Exit mobile version