ઈસ્ટ લંડનના બફેલો પાર્કમાં વિન્ડીઝ ટીમે ઓપનર શાઈ હોપે સદી ફટકારી હતી. આફ્રિકા સામેની પ્રથમ વનડેમાં તેણે 8 વિકેટ ગુમાવીને 335 રન બનાવ્યા હતા.
આ હોપની 14મી સદી છે. આ સાથે તે વિન્ડીઝ તરફથી ODI ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડીઓની યાદીમાં ચોથા સ્થાને આવી ગયો છે. આટલું જ નહીં, હોપે સદી ફટકારીને ભારતીય સ્ટાર યુવરાજ સિંહની પણ બરાબરી કરી હતી. યુવરાજે 304 વનડેમાં 14 સદી ફટકારી હતી પરંતુ શાઈ હોપે તેની 105મી વનડેમાં આ સિદ્ધિ મેળવી હતી.
વિન્ડીઝ દ્વારા સૌથી વધુ સદી:
25 ક્રિસ ગેલ
19 બ્રાયન લારા
17 ડેસમન્ડ હેન્સ
14 શાઈ હોપ
11 ગાર્ડન ગ્રીનીઝ
Led by the ultimate captain’s innings by @shaidhope West Indies have posted their highest ODI score in 🇿🇦#MenInMaroon #SAvWI pic.twitter.com/xd1FcWsltl
— Windies Cricket (@windiescricket) March 18, 2023