ODIS

અઝહરુદ્દીન અને ધોનીને પાછળ છોડીને શિખરે ઈન્ડિઝ સામે આ સિદ્ધિ હાંસલ કરી

પોર્ટ ઓફ સ્પેનના ક્વીન્સ પાર્કમાં રમાઈ રહેલી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની છેલ્લી ODIમાં કેપ્ટન શિખર ધવને ખાસ સિદ્ધિ મેળવી છે.

વાસ્તવમાં, ટીમ ઈન્ડિયાના કેપ્ટન શિખર ધવને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પોતાના 1000 રન પૂરા કર્યા છે, ત્યારબાદ તેણે પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન અને એમએસ ધોનીને પાછળ છોડી દીધા છે.

તમને જણાવી દઈએ કે શિખર ધવને બુધવારે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી ODI દરમિયાન પોતાની 37મી ODI ફિફ્ટી ફટકારી હતી. ડાબોડી બેટ્સમેને આ આંકડો 62 બોલમાં સાત ચોગ્ગાની મદદથી બનાવ્યો હતો. આ સાથે તેનું શાનદાર ફોર્મ ભારત માટે સારો સંકેત છે. જોકે, આ પહેલા ધવન બીજી વનડેમાં આ સિદ્ધિ હાંસલ કરવાથી ચૂકી ગયો હતો.

આ સાથે જ ધવન 1000 રનો સાથે, 800 ચોગ્ગા પૂરા કરનાર 9મો ભારતીય બની ગયો છે. આ યાદીમાં ચોગ્ગા ફટકારવાના મામલે સચિન તેંડુલકર નંબર વન પર આવે છે. આ સાથે વેસ્ટ ઈન્ડિઝ સામે મોહમ્મદ અઝહરુદ્દીના 998 અને ધોનીએ 1005 રન છે.

Exit mobile version