ભારતે ઈંગ્લેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટ મેચ બાદ T20 અને ODI શ્રેણી રમવાની છે. T20 શ્રેણી માટે બે અલગ-અલગ ટીમોની જાહેરાત કરવામાં આવી છે. ટીમની કમાન રોહિત શર્માના હાથમાં રહેશે.
ગુરુવારે, પસંદગીકારો દ્વારા ભારતીય ક્રિકેટ ટીમની T20 અને ODI ટીમની જાહેરાત કરવામાં આવી હતી. કોરોના સંક્રમણને કારણે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાંથી બહાર રહેલો રોહિત શર્મા T20 ટીમની કેપ્ટનશીપ કરશે. ODI ટીમની વાત કરીએ તો શિખર ધવન પોતાની જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે અને હાર્દિક પરત ફર્યો છે.
NEWS 🚨 – #TeamIndia’s squad for T20I & ODI series against England announced.
More details 👇 #ENGvIND https://t.co/ii121ge0jY
— BCCI (@BCCI) June 30, 2022
ઈંગ્લેન્ડ સામે ભારતની ODI ટીમ:
રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, શિખર ધવન, જસપ્રિત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, શ્રેયસ અય્યર, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, પ્રસિધ્ધ કૃષ્ણા, મોહમ્મદ શમી, શમી. અર્શદીપ સિંહ