ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વન-ડે ઈન્ટરનેશનલ શ્રેણી 18 જાન્યુઆરીથી શરૂ થવાની છે. સિરીઝની પ્રથમ મેચ હૈદરાબાદમાં રમાવાની છે. મેચના એક દિવસ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે.
મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર પીઠની ઈજાને કારણે ત્રણ મેચની શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આ જાણકારી આપી છે. બીસીસીઆઈએ એક નિવેદનમાં કહ્યું કે ઐયર હવે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) જશે. BCCIની અખિલ ભારતીય પસંદગી સમિતિએ શ્રેયસ અય્યરના સ્થાને રજત પાટીદારને જાહેર કર્યો છે.
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની વનડે ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઈશાન કિશન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએસ ભરત, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રજત પાટીદાર, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક.
શ્રેણીની બીજી વનડે 21 જાન્યુઆરીએ રાયપુરમાં રમાશે જ્યારે ત્રીજી અને છેલ્લી મેચ 24 જાન્યુઆરીએ ઈન્દોરમાં રમાશે. આ પછી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી પણ રમાશે. શ્રેયસ અય્યરનું બહાર થવું પણ ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો છે કારણ કે આ બેટ્સમેને છેલ્લા એક વર્ષમાં જોરદાર પ્રદર્શન કર્યું છે.
UPDATE – Team India batter Shreyas Iyer has been ruled out of the upcoming 3-match ODI series against New Zealand due to a back injury.
Rajat Patidar has been named as his replacement.
More details here – https://t.co/87CTKpdFZ3 #INDvNZ pic.twitter.com/JPZ9dzNiB6
— BCCI (@BCCI) January 17, 2023
