શુભમન ગિલ ભલે ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં એક પણ મેચ રમ્યો ન હોય, પરંતુ સપ્ટેમ્બર મહિનામાં તેના જોરદાર પ્રદર્શનના આધારે તેને ICC પ્લેયર ઓફ ધ મન્થ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. વર્લ્ડ કપ 2023માં ભારત અને પાકિસ્તાનની મેચના એક દિવસ પહેલા જ ગિલને સપ્ટેમ્બર 2023 માટે ICC પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ મળ્યો હતો.
ગિલ બે વખત ICC પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યો છે. ગિલ પહેલા ઋષભ પંત, આર અશ્વિન, ભુવનેશ્વર કુમાર, શ્રેયસ અય્યર, વિરાટ કોહલી ભારત તરફથી આ વિશેષ એવોર્ડ જીતી ચૂક્યા છે. વર્લ્ડ કપ 2023ની શરૂઆત પહેલા જ ગિલ ડેન્ગ્યુથી પીડિત હતો. આ કારણે તે ભારત માટે પ્રથમ બે મેચ રમી શક્યો નહોતો. ગિલ ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સામેની પ્લેઈંગ ઈલેવનનો ભાગ ન હતો પરંતુ તે પાકિસ્તાન સામેની પ્લેઈંગ ઈલેવનમાં પુનરાગમન કરે તેવી અપેક્ષા છે.
ગિલ ડેન્ગ્યુમાંથી સાજો થઈ ગયો છે અને તે અમદાવાદમાં ટીમ ઈન્ડિયા સાથે પ્રેક્ટિસ પણ કરી રહ્યો છે, જોકે તે રમી શકશે કે નહીં તે અંગે હજુ સસ્પેન્સ છે. ભારત અને પાકિસ્તાન વર્લ્ડ કપ 2023ની મેચ 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારત અને પાકિસ્તાન બંનેએ અત્યાર સુધી પોતાની પ્રથમ બે મેચ જીતી છે. ICC વર્લ્ડ કપના પોઈન્ટ ટેબલની વાત કરીએ તો હાલમાં દક્ષિણ આફ્રિકા પ્રથમ સ્થાને છે અને ન્યુઝીલેન્ડ બીજા સ્થાને છે. ભારત ત્રીજા સ્થાને અને પાકિસ્તાન ચોથા સ્થાને છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગિલનો રેકોર્ડ શાનદાર છે, તેથી ચાહકોને આશા હશે કે ગિલ આ મેચમાં મેદાનમાં પરત ફરે. જો શુભમન ગિલ પ્લેઈંગ ઈલેવનમાં પરત ફરે છે તો ઈશાન કિશનને બહાર બેસવું પડી શકે છે. ઇશાન કિશને વર્લ્ડ કપ 2023ની પ્રથમ બે મેચમાં કેપ્ટન રોહિત શર્મા સાથે ઇનિંગની શરૂઆત કરી હતી.
The young India batter was stellar in September ⭐
More as Shubman Gill claims ICC Player of the Month honours 👇https://t.co/cQKOEsc8Jx
— ICC (@ICC) October 13, 2023