ભારતીય ટીમ રવિવારે એશિયા કપ 2023ની ચેમ્પિયન બની હતી. ભારતે ફાઇનલમાં શ્રીલંકાને 10 વિકેટે હરાવ્યું હતું. મોહમ્મદ સિરાજ (7 ઓવરમાં 21 રનમાં 6 વિકેટ)ની તીક્ષ્ણ બોલિંગને કારણે ભારતે શ્રીલંકાને 50 રનમાં આઉટ કરી દીધું હતું.
લક્ષ્યનો પીછો કરતા શુભમન ગિલ (અણનમ 27) અને ઈશાન કિશન (અણનમ 23)ની મદદથી ભારતને 6.1 ઓવરમાં જીત અપાવી હતી. એશિયા કપની આ 16મી આવૃત્તિ હતી. ભારતે 2018માં પ્રથમ વખત આ ખિતાબ જીત્યો હતો. ચાલો તમને એશિયા કપ 2023માં સૌથી વધુ રન બનાવનાર 10 ખેલાડીઓ વિશે જણાવીએ.
એશિયા કપની 16મી આવૃત્તિમાં ભારતના સ્ટાર ઓપનર શુભમન ગીલે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 6 મેચમાં 75.50ની એવરેજથી 320 રન બનાવ્યા. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ ચોથા સ્થાને છે. તેણે 5 મેચમાં 51.75ની એવરેજથી 215 રન બનાવ્યા છે.
એશિયા કપ 2023માં સૌથી વધુ રન બનાવનાર ટોચના 10 ખેલાડીઓ:
302 – શુભમન ગિલ (ભારત)
270 – કુસલ મેન્ડિસ (શ્રીલંકા)
215 – સાદિરા સમરવિક્રમા (શ્રીલંકા)
207 – બાબર આઝમ (પાકિસ્તાન)
195 – મોહમ્મદ રિઝવાન (પાકિસ્તાન)
194 – રોહિત શર્મા (ભારત)
193 – નઝમુલ હુસેન શાંતો (બાંગ્લાદેશ)
179 – ઇફ્તિખાર અહેમદ (પાકિસ્તાન)
179 – ચરિથ અસલંકા (શ્રીલંકા)
173 – શાકિબ અલ હસન (બાંગ્લાદેશ)