ODIS

શુબમન ગિલ પાકિસ્તાન સામેની મેચમાં રમશે! અમદાવાદમાં ભૂક્કા બોલાવશે

pic- rediff.com

અમદાવાદના ભારતીય ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. ભારત વિ પાકિસ્તાન મેચ પહેલા ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ 99 ટકા પસંદગી માટે ઉપલબ્ધ છે. મેચની પૂર્વ સંધ્યાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેપ્ટન રોહિત શર્માએ આ વાતની પુષ્ટિ કરી હતી.

શુભમન ગિલ ડેન્ગ્યુ તાવમાંથી સાજો થઈ ગયો છે અને ગુરુવારે એક કલાક સુધી નેટમાં પ્રેક્ટિસ કરી છે, જેનાથી પાકિસ્તાન સામેની વર્લ્ડ કપ મેચમાં રમવાની તેની તકો વધી ગઈ છે.

22 વર્ષીય ખેલાડી ખરાબ તબિયતના કારણે ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સામેની પ્રથમ બે મેચમાં રમી શક્યો ન હતો, પરંતુ પાકિસ્તાન સામેની મહત્વપૂર્ણ મેચમાં તેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે. ટીમ મેનેજમેન્ટે ગિલ માટે એક યાદી બનાવી હતી. ટીમ અમદાવાદ પહોંચે તે પહેલા ખાસ પ્રેક્ટિસ સેશનનું આયોજન કર્યું હતું. આ જ કારણ હતું કે તેણે ડાબા હાથના થ્રોડાઉન નિષ્ણાત નુવાન સેનેવિરત્નેને બુધવારે જ અમદાવાદ જવાનું કહ્યું હતું. ગિલ બુધવારે સવારે 11 વાગે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યો હતો અને ટીમ ડોક્ટર રિઝવાનની દેખરેખમાં થોડી કસરત કર્યા બાદ તેણે નેટ પર પ્રેક્ટિસ કરી હતી.

પાકિસ્તાનના ડાબા હાથના ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીના ‘ઈન્ડિપર’ને ધ્યાનમાં રાખીને, તેણે શ્રીલંકાના નિષ્ણાત સેનેવિરત્નેના 150 કિમી પ્રતિ કલાકની ઝડપે થ્રોડાઉન પર પ્રેક્ટિસ કરી. આ સિવાય તેણે કેટલાક નેટ બોલરોનો પણ સામનો કર્યો હતો. આ સમય દરમિયાન તે આરામદાયક લાગતો હતો.

વર્લ્ડ કપની પ્રથમ બે મેચમાં ભારતને શુભમન ગિલની ખોટ હતી. ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચમાં શુભમન ગિલના કારણે ઈશાન કિશનને તક આપવામાં આવી હતી અને તે તેનો ફાયદો ઉઠાવી શક્યો નહોતો.

Exit mobile version