ODIS

ભારત માટે ખતરો બનશે સિકંદર રઝાનો ફોર્મ, જુઓ તેનો ડાન્સનો વીડિયો

ભારતીય ક્રિકેટ ટીમ એકસાથે વન-ડે સિરીઝ રમવા માટે ઝિમ્બાબ્વે રવાના થઈ ગઈ છે. આ પ્રવાસમાં કેએલ રાહુલ સુકાની હશે અને વીવીએસ લક્ષ્મણ ટીમના મુખ્ય કોચનું પદ સંભાળશે.

પસંદગીકારોએ ત્રણ મેચની વનડે શ્રેણીમાં ભારતના સિનિયર ખેલાડીઓને આરામ આપવાનો નિર્ણય કર્યો છે. જસપ્રીત બુમરાહ ઈજાગ્રસ્ત છે અને મોહમ્મદ શમીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં યુવા બોલરો સામે એક મોટો પડકાર ઉભો થવાનો છે. ઝિમ્બાબ્વેનો એક બેટ્સમેન અત્યારે ધમાકેદાર ફોર્મમાં ચાલી રહ્યો છે અને તે ભારતીય બોલરો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.

ભારતીય ટીમ ઝિમ્બાબ્વે ટીમ સાથે 18 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી ત્રણ વન-ડે રમવા જઈ રહી છે. આ સિરીઝમાં છેલ્લી ઘડીએ ઈજાના કારણે બહાર થયેલા કેએલ રાહુલની વાપસી થઈ છે. આ પ્રવાસમાં તે ટીમની કપ્તાની પણ સંભાળવા જઈ રહ્યો છે. ઝિમ્બાબ્વેની ટીમે તાજેતરની શ્રેણીમાં બાંગ્લાદેશ સામે શાનદાર સફળતા હાંસલ કરી હતી. ટીમની આ જીતમાં અનુભવી બેટ્સમેન સિકંદર રઝાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

બાંગ્લાદેશ સામેની સિરીઝમાં સિકંદરે શાનદાર રમત બતાવતા બે સદી ફટકારી હતી અને ટીમને જીત તરફ દોરી હતી. ત્રણમાંથી બે મેચમાં તેના બેટથી અણનમ સદી ફટકારી હતી. પ્રથમ વનડેમાં 135 જ્યારે બીજી મેચમાં સિકંદરે 117 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ વર્ષે 6 વનડે રમીને આ બેટ્સમેને 99.25ની એવરેજથી કુલ 397 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે બે સદી અને એક અડધી સદી ફટકારી છે.

Exit mobile version