ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથે બુધવારે ત્રીજી વનડેમાં ભારત સામે શાનદાર બેટિંગ કરી હતી. રાજકોટના મેદાન પર સ્મિથે 61 બોલમાં 74 રન બનાવ્યા હતા.
તેણે 8 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. તેને 32મી ઓવરમાં ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે એલબીડબલ્યુ કર્યો હતો. સ્મિથની વનડે કારકિર્દીની આ 30મી અડધી સદી છે. આ સમયગાળા દરમિયાન તેણે એક મહાન સિદ્ધિ હાંસલ કરી. સ્મિથે વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પાંચ હજાર રન પૂરા કર્યા છે. આ સાથે તેણે ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન મેથ્યુ હેડનનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
હકીકતમાં, સ્મિથ ODIમાં સૌથી ઝડપી પાંચ હજાર રન પૂરા કરનાર ચોથો ઓસ્ટ્રેલિયન ખેલાડી બની ગયો છે. તેણે 129 ODI ઇનિંગ્સમાં આ આંકડો સ્પર્શ કર્યો હતો. સ્મિથે આ યાદીમાં હેડનને પાંચમા સ્થાને ધકેલી દીધો છે, જેણે 133 ઇનિંગ્સમાં આટલા રન બનાવ્યા હતા. ડીન જોન્સ (128 ઇનિંગ્સ) ત્રીજા નંબર પર છે. ઓસ્ટ્રેલિયા માટે સૌથી ઝડપી પાંચ હજાર વનડે રન બનાવવાનો રેકોર્ડ ઓપનર ડેવિડ વોર્નરના નામે છે. વોર્નરે 115 ઇનિંગ્સમાં આ કર્યું હતું. તેના પછી પૂર્વ કાંગારૂ કેપ્ટન એરોન ફિન્ચ (126 ઇનિંગ્સ)નો નંબર આવે છે. આ યાદીમાં પાકિસ્તાનનો બાબર આઝમ ટોપ પર છે. તે માત્ર 97 ઈનિંગ્સમાં ODIમાં પાંચ હજાર પૂરા કર્યા.