ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથે ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી બીજી વનડેમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. સ્મિથે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી બીજી વનડેમાં 14000 આંતરરાષ્ટ્રીય રન પૂરા કર્યા છે.
સ્ટીવ સ્મિથ ત્રણ મેચની વનડે શ્રેણીમાં શાનદાર ફોર્મમાં છે. પ્રથમ મેચમાં તેણે અણનમ 80 રન બનાવ્યા હતા. સ્મિથ બીજી મેચમાં પણ એ જ લયમાં જોવા મળ્યો હતો.
સ્ટીવ સ્મિથ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 14000 રન પૂરા કરનાર ઓસ્ટ્રેલિયાનો નવમો બેટ્સમેન બની ગયો છે અને આ સાથે જ સ્મિથ સૌથી ઝડપી 14000 રન પૂરા કરનાર ઓસ્ટ્રેલિયન બેટ્સમેન બની ગયો છે. બોલિંગ ઓલરાઉન્ડર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર સ્ટીવ સ્મિથ માટે આ સ્થાન સુધી પહોંચવું એક મોટી ઉપલબ્ધિ છે.
Steve Smith's brilliant form in the 50-over format continues 👏
Watch the #AUSvENG ODI series LIVE on https://t.co/MHHfZPQi6H (in select regions) 📺
📝 Scorecard: https://t.co/C3d30LKtyI pic.twitter.com/K1rWgw5KNS
— ICC (@ICC) November 19, 2022

