વર્લ્ડ કપ 2023 ભારતની યજમાનીમાં રમાશે. જેની પ્રથમ મેચમાં 5 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ vs ન્યુઝીલેન્ડ (ENG vs NZ) વચ્ચે મુકાબલો થશે.
આ મેચમાં બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી શકે છે. કારણ કે બંને ટીમો ક્રિકેટના દરેક ફોર્મેટમાં સારું પ્રદર્શન કરવા માટે જાણીતી છે. તે જ સમયે, વર્લ્ડ કપ 2023 ની ટાઈટલ મેચ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
સૂત્રોનું માનીએ તો ભારતની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે હશે અને આ મેચમાં બંને ટીમો ચેન્નાઈમાં ટકરાશે તેવી પૂરી સંભાવના છે. પાકિસ્તાન સામે બ્લોકબસ્ટર ગેમ 15 ઓક્ટોબર એટલે કે રવિવારે રમાશે. જ્યારે ટાઇટલ મેચ 19 નવેમ્બરે રમાશે.
શું પાકિસ્તાન ભારત આવશે?
ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ કપ 2023નું આયોજન ભારતમાં થશે. જેના માટે તમામ ટીમો ભારત આવશે. પરંતુ હજુ એ સ્પષ્ટ નથી થયું કે પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ માટે ભારત આવશે કે નહીં. તમને જણાવી દઈએ કે જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાય છે ત્યારે ચાહકો તેને જોવા માટે મોટી સંખ્યામાં મેદાન પર પહોંચે છે.
આ મેદાનો પર મેચો રમાશે:
વર્લ્ડ કપ 2023ની મેચો અમદાવાદ સહિત કોલકાતા, દિલ્હી, ઈન્દોર, ધર્મશાલા, ગુવાહાટી, રાજકોટ, રાયપુર અને મુંબઈમાં રમાશે જ્યારે મોહાલી અને નાગપુરને યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. સેમી ફાઈનલ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાય તેવી શક્યતા છે. દરેક ટીમ નવ લીગ મેચ રમશે.