ODI વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન અત્યાર સુધી ઘણું ખાસ રહ્યું છે. રોહત શર્મા અને શુભમન ગિલની ઓપનિંગ જોડીએ ટીમ ઈન્ડિયાને સતત સારી અને ઝડપી શરૂઆત આપી છે.
માત્ર આ ટૂર્નામેન્ટમાં જ નહીં પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન રોહત શર્મા અને શુભમન ગીલે એકસાથે ઘણા રન બનાવ્યા છે. આ સાથે રોહિત-ગિલની જોડીએ વનડે ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે. આ જોડીએ એવો ચમત્કાર કર્યો છે જે વનડે ક્રિકેટમાં આ પહેલા કોઈ અન્ય જોડી કરી શકી નથી.
આ ટૂર્નામેન્ટમાં રોહત શર્મા અને શુભમન ગિલની જોડી ઘણી આક્રમક દેખાઈ રહી છે. વર્લ્ડ કપ 2023ની પ્રથમ સેમિફાઇનલમાં આ બંને ખેલાડીઓએ ન્યૂઝીલેન્ડ સામે ખૂબ જ સારી શરૂઆત કરી હતી. બંને ખેલાડીઓએ પ્રથમ વિકેટ માટે 8.2 ઓવરમાં 71 રન જોડ્યા હતા. આ વર્ષે રોહિત અને ગિલ વચ્ચે આ 14મી 50+ રનની ભાગીદારી હતી. આ સાથે, તેઓ ODI ક્રિકેટમાં એક વર્ષમાં 14 વખત 50+ રનની ભાગીદારી કરનાર પ્રથમ જોડી બની છે. આ પહેલા કોઈ જોડીએ આ સિદ્ધિ મેળવી નથી.
રોહત શર્મા અને શુભમન ગિલની ઓપનિંગ જોડીએ એડમ ગિલક્રિસ્ટ અને મેથ્યુ હેડન જેવી શક્તિશાળી જોડીને પાછળ છોડી દીધી છે. એડમ ગિલક્રિસ્ટ અને મેથ્યુ હેડનની જોડીએ વર્ષ 2007માં 13 વખત 50+ રનની ભાગીદારી કરી હતી. 2003માં પણ આ જોડીએ 12 વખત 50+ રનની ભાગીદારી કરી હતી. તે જ સમયે, 1999 માં, માર્ક વો અને એડમ ગિલક્રિસ્ટની જોડીએ પણ 12 વખત 50+ રનની ભાગીદારી કરી હતી.