ODIS

મોહમ્મદ કૈફ: ધોનીની બરાબરી નું કોઈ નથી, ટુંક સમયમાં તે ટીમમાં હશે

ધોની ફક્ત આઈપીએલમાંથી જ પાછો આવી શકે છે પરંતુ હું માનતો નથી કારણ કે…

ભારતીય ટીમના સૌથી સફળ કેપ્ટન પૈકીના માંથી એક, મહેન્દ્ર સિંહ ધોની લાંબા સમયથી દૂર હોઈ શકે છે, પરંતુ ચાહકોની સાથે ઘણા ક્રિકેટરોને પણ આશા છે કે તેમાં ઘણી રમત બાકી છે અને તેઓ ટીમમાં વાપસી કરશે. તો એવામાં ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન મોહમ્મદ કૈફનું માનવું છે કે, બહુ જલ્દીથી ધોનીની ઉપર કોઈ નિર્ણય લેવો એ ગલત છે.

વર્લ્ડ કપ સેમિફાઇનલ પછી એમએસ ધોની એક પણ મેચ રમ્યો ન હતો અને તેના ચાહકોને આશા હતી કે તે આઈપીએલ દ્વારા ટીમમાં પાછો ફરશે, પરંતુ કોરોના વાયરસને કારણે આઇપીએલ મુલતવી રાખવામાં આવી હતી અને ટીમમાં તેની વાપસીના દરવાજા હાલમાં બંધ થઈ ગયા હોઈ એમ લાગે છે. જોકે, મોહમ્મદ કૈફનું કહેવું છે કે ધોની ફરી એકવાર ટીમમાં વાપસી કરશે.

મોહમ્મદ કૈફે કહ્યું કે ઘણા લોકો નું માનવું છે કે, ધોની ફક્ત આઈપીએલમાંથી જ પાછો આવી શકે છે પરંતુ હું માનતો નથી કારણ કે ધોની એક મહાન ખેલાડી છે અને તેને દબાણમાં કેવી રીતે રમવું તે જાણે છે. આ ઉપરાંત ધોની એક મહાન ફિનિશર છે.

આ ઉપરાંત કૈફે એમ પણ કહ્યું કે, “ધોનીની કોઈ બદલી નથી. હું માનું છું કે વિકેટકીપર બેટ્સમેન તરીકે કેએલ રાહુલ લાંબા સમયથી ચાલતો વિકલ્પ છે. તો કેએલ રાહુલને બેકઅપ માટે તૈયાર રહેવું જોઈએ.  પણ હું નથી માનતો કે, સંજુ સેમસન અને રિષભ પંત ધોનીની જગ્યા લઈ શકે છે.

Exit mobile version