આ વર્ષે ટીમ ઈન્ડિયાએ ઘણું ક્રિકેટ રમવાનું છે. જેમાં સૌથી મોટી કસોટી વર્લ્ડ કપ 2023માં થવાની છે. વર્લ્ડ કપ 2023 ની તૈયારીઓને ધ્યાનમાં રાખીને, BCCI એ ઓસ્ટ્રેલિયા સાથે ભારતની 3 ODI શ્રેણી શેડ્યૂલ કરી છે.
સપ્ટેમ્બર મહિનામાં યોજાનારી ઓસ્ટ્રેલિયા સામેની આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાના સિનિયર ખેલાડીઓ આરામ કરતા જોવા મળી શકે છે. આ સાથે કેટલાક ખેલાડીઓ ઈજાના કારણે આ શ્રેણીનો ભાગ બની શકશે નહીં. આ સિરીઝમાં 7 ખેલાડી એવા છે જેમને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. આવો જાણીએ કે ઓસ્ટ્રેલિયા સામે 15 સભ્યોની સંભવિત ટીમ ઈન્ડિયા કેવી હોઈ શકે છે.
રોહિત, વિરાટ અને હાર્દિક વર્લ્ડ કપ પહેલા ઈજાના કારણે આ સીરીઝ માટે આરામ કરી શકે છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાની કમાન અનુભવી ઓપનર શિખર ધવનને સોંપવામાં આવી શકે છે. આ સાથે આ શ્રેણી માટે સ્ટાર વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનને વાઇસ કેપ્ટન તરીકે મોકલવામાં આવી શકે છે.
ઓસ્ટ્રેલિયા સામેની આ સીરીઝમાં ટીમ ઈન્ડિયાના 7 ખેલાડીઓ ડેબ્યુ કરતા જોવા મળી શકે છે. સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં શિખર ધવનની સાથે યુવા ખેલાડીઓથી સજ્જ ટીમ મોકલી શકાય છે. જેમાં આઈપીએલ 2023માં શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીઓને સામેલ કરી શકાય છે. જેમાં રિંકુ સિંહ અને તિલક વર્માનું નામ મોખરે છે.
ઓસ્ટ્રેલિયા સામે 15 સભ્યોની સંભવિત ટીમ ભારત:
શિખર ધવન, અભિષેક શર્મા, સાઈ સુદર્શન, નીતિશ રાણા, રિંકુ સિંહ, સંજુ સેમસન (wk), તિલક વર્મા, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, આર સાઈ કિશોર, આકાશ માધવાલ, મોહસીન ખાન, ઉમરાન મલિક
