ન્યુઝીલેન્ડ અને આયર્લેન્ડ વચ્ચેની 3 મેચની શ્રેણીની છેલ્લી મેચ ખૂબ જ ઉચ્ચ સ્કોરિંગ રહી હતી. આ મેચનું પરિણામ છેલ્લા બોલ પર આવ્યું. આ મેચ ભલે ન્યુઝીલેન્ડના નામે રહી હોય, પરંતુ આ મેચમાં આયર્લેન્ડના ખેલાડીઓની રમત જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.
આયર્લેન્ડ માટે પોલ સ્ટર્લિંગ અને હેરી ટેક્ટરે સદી ફટકારી અને એક મોટો રેકોર્ડ બનાવ્યો, જે આયર્લેન્ડની પહેલા કોઈ જોડી કરી શકી ન હતી.
આયર્લેન્ડ સામેની ત્રીજી વનડેમાં ન્યૂઝીલેન્ડે માર્ટિન ગુપ્ટિલની સદીની મદદથી બોર્ડ પર 360 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ટાર્ગેટ એટલો મોટો હતો કે દરેક આ મેચમાં ન્યૂઝીલેન્ડની એકતરફી જીત માની રહ્યા હતા, પરંતુ આયર્લેન્ડના બેટ્સમેનોએ કરિશ્માપૂર્ણ બેટિંગ કરી અને ટીમનો સ્કોર 9 વિકેટે 359 રન સુધી પહોંચાડ્યો. આયર્લેન્ડ આ મેચ માત્ર 1 રનથી હારી ગયું હતું. આયર્લેન્ડને મેચ જીતવા માટે છેલ્લા બોલે 3 રનની જરૂર હતી. પરંતુ તે માત્ર એક જ રન બનાવી શક્યો, જેના કારણે તેને 1 રનથી હારનો સામનો કરવો પડ્યો.
આયર્લેન્ડના બેટ્સમેન પોલ સ્ટર્લિંગ અને હેરી ટેક્ટરે સદી ફટકારીને મેચને એકદમ રોમાંચક બનાવી દીધી હતી. બંને બેટ્સમેન વચ્ચે શાનદાર ભાગીદારી પણ જોવા મળી હતી, જેણે આઇરિશ ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો હતો. હેરી ટેક્ટર અને પોલ સ્ટર્લિંગે ચોથી વિકેટ માટે 179 રનની ભાગીદારી નોંધાવી હતી. આયરલેન્ડ દ્વારા વનડેમાં અત્યાર સુધીની ચોથી વિકેટ માટે સૌથી વધુ ભાગીદારીનો રેકોર્ડ છે.
What a partnership this is.
SCORE: https://t.co/iHiY0Un8Zh#BackingGreen | #Exchange22 | #ABDIndiaSterlingReserve ☘️🏏 pic.twitter.com/1LYrFOGPwv
— Cricket Ireland (@cricketireland) July 15, 2022
પોલ સ્ટર્લિંગ તેની ધમાકેદાર બેટિંગ માટે જાણીતો છે. તેણે આ મેચમાં પણ આવું જ કંઈક કર્યું. આ મેચમાં પોલ સ્ટર્લિંગે 103 બોલમાં 120 રન બનાવ્યા હતા, જેમાં તેના બેટથી 14 ચોગ્ગા અને 5 છગ્ગા સામેલ હતા. બીજી તરફ હેરી ટેક્ટરે પણ શાનદાર સદી ફટકારી હતી. તેણે 106 બોલમાં 108 રન બનાવ્યા હતા.