ભારતીય ટીમના ફાસ્ટ બોલર ઉમરાન મલિકની બોલિંગ સામે બેટ્સમેનો ઘૂંટણિયે પડી જાય છે. ઉમરાનનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ખાસ રેકોર્ડ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝ રમાવાની છે, જે 17 માર્ચ, 2023થી શરૂ થશે. આ શ્રેણીની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ઉમરાન મલિક આ ટૂર્નામેન્ટની તૈયારીમાં વ્યસ્ત છે. તેણે આનો એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં ઉમરાન મેદાન પર પ્રેક્ટિસ કરતો જોવા મળી રહ્યો છે.
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ઉમરાન મલિકે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી એક વીડિયો શેર કર્યો છે. તેમાં ઉમરાન ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરતો જોવા મળે છે. આ સાથે ઉમરાન પોતાની ફિટનેસનું પણ ખૂબ ધ્યાન રાખે છે, જેથી ક્રિકેટ રમતી વખતે તેને ગ્રાઉન્ડ પર કોઈ સમસ્યા ન થાય. મેદાન સિવાય ઉમરાન જીમમાં પણ પરસેવો પાડી રહ્યો છે.
View this post on Instagram