ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ એક મોટું પ્રદર્શન કર્યું. વિરાટ સિવાય વિશ્વના માત્ર 6 બેટ્સમેન જ આ સિદ્ધિ મેળવી શક્યા છે. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીએ આ મેચમાં ટીમ ઈન્ડિયા માટે 54 રનની ઈનિંગ રમી હતી. તેની ઈનિંગ્સના કારણે ભારતીયો થોડી રિકવર કરવામાં સફળ રહ્યા હતા. જો કે વિરાટ પાસે આ મેચમાં સદી ફટકારવાની તક હતી, પરંતુ તે તેમ કરી શક્યો નહોતો.
આ મેચમાં વિરાટ કોહલીએ અડધી સદી ફટકારતા જ તે આ લિસ્ટનો હિસ્સો બની ગયો હતો. વિરાટ કોહલી હવે ODI વર્લ્ડ કપની સેમિ-ફાઇનલ અને ફાઇનલ બંને મેચમાં 50+ રન બનાવનાર વિશ્વનો 7મો બેટ્સમેન બની ગયો છે. વિરાટ કોહલી આવું કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન છે. આ મેચમાં વિરાટ કોહલીએ 63 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 54 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી આ વર્લ્ડ કપમાં શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો.
એવા બેટ્સમેન કે જેમણે વર્લ્ડ કપ સિઝનની સેમિ-ફાઇનલ અને ફાઇનલ બંનેમાં 50+ રન બનાવ્યા છે:
માઇક બ્રેરલી (1979)
ડેવિડ બૂન (1987)
જાવેદ મિયાંદાદ (1992)
અરવિંદા ડી સિલ્વા (1996)
ગ્રાન્ટ ઇલિયટ (2015)
સ્ટીવન સ્મિથ (2015)
વિરાટ કોહલી (2023)