વિરાટ કોહલીએ ત્રણ વખત ODI એશિયા કપમાં ભાગ લીધો છે. તે 2010, 2012 અને 2014 ODI એશિયા કપ રમી ચૂક્યો છે. આ સિવાય તેણે 2016 અને 2022 T20 એશિયા કપમાં પણ ભાગ લીધો છે. આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં તેના કુલ 1042 રન છે.
આ ઉપરાંત તેણે કુલ ચાર સદી ફટકારી છે. આ સાથે જ સનથ જયસૂર્યાએ આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી વધુ 6 સદી અને કુમાર સંગાકારાએ ચાર સદી ફટકારી છે. આ બંને માત્ર વનડે એશિયા કપ રમ્યા છે. જ્યારે વિરાટ કોહલીએ ODI એશિયા કપમાં 3 અને T20 એશિયા કપમાં એક સદી ફટકારી છે. જો વિરાટ આગામી ટૂર્નામેન્ટમાં 3 સદી ફટકારે છે, તો તે આ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બની શકે છે. જ્યારે રોહિત શર્માએ એશિયા કપમાં બંને ફોર્મેટમાં માત્ર એક જ સદી નોંધાવી છે.
વિરાટ કોહલી 2018 એશિયા કપમાં ભાગ લઈ શક્યો ન હતો. રોહિત શર્માએ તેની ગેરહાજરીમાં કેપ્ટનશીપ કરી અને ટીમ ઈન્ડિયાએ તે ટૂર્નામેન્ટ જીતી. વિરાટે છેલ્લે 2014માં ODI એશિયા કપ રમ્યો હતો અને 9 વર્ષ બાદ તે આ ટૂર્નામેન્ટમાં વાપસી કરવા જઈ રહ્યો છે. આ એશિયા કપમાં જો ટીમ સુપર 4માં પહોંચે છે તો ઓછામાં ઓછી 5 મેચ રમાશે. પાકિસ્તાન ઉપરાંત નેપાળ ભારતના ગ્રુપમાં છે. એટલા માટે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ભારતીય ટીમ સુપર ફોરમાં પહોંચી શકે છે.
એશિયા કપમાં સૌથી વધુ સદી:
સનથ જયસૂર્યા – 6 સદી (તમામ ODI એશિયા કપ)
કુમાર સંગાકારા – 4 સદી (તમામ ODI એશિયા કપ)
વિરાટ કોહલી – 4 સદી (3 ODI અને એક T20 એશિયા કપ)
શોએબ મલિક – 3 સદી (તમામ વનડે એશિયા કપ)
વિરાટ કોહલીના આંકડા પર એક નજર